android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad : સુભાષ બ્રિજ ખાતે નવનિર્મિત અત્યાધુનિક RTO કચેરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

calendar_todayJuly 9, 2026

Ahmedabad : સુભાષ બ્રિજ ખાતે નવનિર્મિત અત્યાધુનિક RTO કચેરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

અમદાવાદના નાગરિકો માટે સરકારી સેવાઓ વધુ ઝડપી અને સુલભ બનાવવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત થયું છે. ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી અત્યાધુનિક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની RTO નવી કચેરીનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવીન બિલ્ડિંગ ડિજિટલ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે.

ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ

આ પ્રસંગે સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "રાજ્ય સરકાર નાગરિકોને ટેકનોલોજી આધારિત, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. નવી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ સહિતની તમામ સુવિધાઓ હવે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ બનશે." 

ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને કારણે લાભ 

તેમણે વધુમાં ઉમેર્યું કે, કચેરીમાં તૈયાર કરાયેલા ખાસ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને કારણે લાયસન્સ આપવાની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા આવશે અને માત્ર વાસ્તવિક યોગ્યતા ધરાવતા અરજદારોને જ લાયસન્સ મળશે, જે માર્ગ સલામતી માટે પણ મહત્વનું સાબિત થશે.

એક જ છત નીચે તમામ કામો થશે

નવી આરટીઓ કચેરીમાં નોન-ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્સપોર્ટ વાહનોની નોંધણી, પરમિટ, ફિટનેસ પ્રમાણપત્ર, બ્લેકલિસ્ટ કામગીરી, ડી.એલ./ચલણ શાખા, એએમસી ટેક્સ અને કેશ શાખા સહિતની તમામ સેવાઓ માટે અલગ-અલગ સુવ્યવસ્થિત ટેબલો બનાવવામાં આવ્યા છે. જેથી નાગરિકોને એક જ છત નીચે તમામ કામો ઝડપથી પતી જાય. નાયબ મુખ્યમંત્રીએ જનતાને આ સરકારી સંપત્તિને સ્વચ્છ રાખવા પણ અપીલ કરી હતી. 


આ પણ વાંચો----    US Iran War: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા, અમેરિકા અને ઈરાન વચ્ચે સામ સામે હુમલા, 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર કબ્જા માટે ફરી જંગ શરુ, Video