android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabad: વાસણામાં SMCનો સપાટો, 41.50 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

calendar_todayJanuary 23, 2026

Ahmedabad: વાસણામાં SMCનો સપાટો, 41.50 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સતર્ક બની છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં SMCની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને અત્યંત મોંઘો ગણાતો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત લાખોમાં છે તેવો જથ્થો પકડાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.

વાસણા વિસ્તારમાંથી હાઈબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો 

SMC એ વાસણા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને કુલ ₹41.50 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. સામાન્ય ગાંજા કરતા અનેકગણો નશો અને વધુ કિંમત ધરાવતો આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

ઝડપાયેલા આરોપીઓ

પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. દર્શીલ વાછાણી, હરીકૃષ્ણ રૈયાણી આ બંને શખ્સો આ નશાના કારોબારમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોંઘો ગાંજો અમદાવાદમાં કોને વેચવાનો હતો? આ ડ્રગ્સનું નેટવર્ક કયા હાઈ-પ્રોફાઈલ લોકો કે પેડલર્સ સુધી ફેલાયેલું છે? આ જથ્થો અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યો હતો કે વિદેશી કનેક્શન છે?

આ પણ વાંચો: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર, ટૂંક સમયમાં જેલમુક્તિ