android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ahmedabadમાં VVIP મસ્તાંગ કારમાં આદિત્ય રાઠોડનો આતંક, રોંગ સાઈડમાં કાર ઠોકી યુવકને લાફા ઝીંક્યા, પોલીસે ઝડપ્યો

calendar_todaySeptember 3, 2026

Ahmedabadમાં VVIP મસ્તાંગ કારમાં આદિત્ય રાઠોડનો આતંક, રોંગ સાઈડમાં કાર ઠોકી યુવકને લાફા ઝીંક્યા, પોલીસે ઝડપ્યો

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરામાં આવેલા ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા પાસે કારચાલકની દાદાગીરીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભૂતકાળમાં પણ વિવાદોમાં આવી ચૂકેલો આદિત્ય રાઠોડ પોતાની GT Mustang કાર લઈને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો, તે સમયે અકસ્માત સર્જાયો હતો. કાર અથડાયા બાદ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે આદિત્ય રાઠોડે સામેવાળા વાહનચાલક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરીને રસ્તા વચ્ચે જ ધમાલ મચાવી હતી.

લાફા-ફેટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

આ સમગ્ર ઘટના અંગે પીડિત વાહનચાલક જય દિનેશભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ આપવીતી રજૂ કરી હતી. અકસ્માત બાદ આદિત્ય રાઠોડ કારમાંથી નીચે ઉતરીને અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ઝપાઝપી પર ઉતરી આવ્યો હતો. તેણે ફરિયાદી જય દેસાઈને લાફા-ફેટ મારીને જાહેર રસ્તા પર જાનથી મારી નાખવાની ગંભીર ધમકીઓ આપી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને ભોગ બનનારે નવરંગપુરા પોલીસ મથકે પહોંચીને કાયદેસરની રજૂઆત કરી હતી.

આદિત્ય રાઠોડ સામે નવરંગપુરા પોલીસની કાર્યવાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, રોંગ સાઈડમાં કાર ચલાવી બબાલ કરનાર આદિત્ય રાઠોડ અમદાવાદના કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર છે. ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આરોપી આદિત્ય રાઠોડને અટકાયતમાં લઈ પોલીસ સ્ટેશન લાવી હતી. પોલીસે GJ-01-KW-0007 નંબરની લક્ઝુરિયસ Mustang કાર અંગે પણ તપાસ હાથ ધરી છે અને ફરિયાદીની રજૂઆતના આધારે આગળની યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, 15 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝબ્બે