android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
AI સમિટમાં કોંગ્રેસના હોબાળાને લઇને BJPનો હલ્લાબોલ, કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ

calendar_todayFebruary 21, 2026

AI સમિટમાં કોંગ્રેસના હોબાળાને લઇને BJPનો હલ્લાબોલ, કોંગ્રેસ કાર્યાલય બહાર વિરોધ

દિલ્હીમાં ચાલી રહેલી એઆઇ સમિટમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેને લઇને બીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે 4 યુથ કોંગ્રેસના કાર્યકરોને પટિયાલા કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં પોલીસે પોલીસે 5 દિવસના રિમાન્ડ માગ્યા છે.

બીજેપી યુથ દ્વારા કોંગ્રેસનો કરાયો વિરોધ 

રાજધાની દિલ્હીમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. ગઈકાલે ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં ભારતીય યુવા કોંગ્રેસના વિરોધ માટે દિલ્હી ભાજપે કોંગ્રેસ પાર્ટી સામે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો કે જ્યારે દુનિયા ભારતની ટેકનોલોજીકલ કુશળતા અને એઆઈ ક્ષેત્રમાં વધતી જતી નેતૃત્વની સાક્ષી બની રહી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ વૈશ્વિક મંચ પર દેશને શરમજનક બનાવવાનો પ્રયાસ કર્યો છે.


મહેમાનો સામે દેશની છબી ખરડવાનો પ્રયાસ- બીજેપી 

 વિરોધ પ્રદર્શનકારોએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો આ વિરોધ માત્ર સંયોગ નથી, પરંતુ એક યુક્તિ છે. રાહુલ ગાંધીના ઘરે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રતિષ્ઠાને ખરાબ કરવા માટે આ સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી.બીજેપીએ મહેમાનો સામે દેશની છબી ખરાબ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. જેને લઇને બીજેપી યુવા મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

ભાજપ પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા કોંગ્રેસ વિરુદ્ધ આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ પ્રદર્શનમાં ભાગ લીધો અને સૂત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ પોલીસે ભાજપના પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવની અટકાયત કરી.


શું છે મામલો ?

 ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય એઆઈ સમિટ દરમિયાન, કેટલાક યુવા કોંગ્રેસના કાર્યકરો સુરક્ષા તોડીને અંદર ઘૂસી ગયા, પોતાના શર્ટ ઉતારીને બેરોજગારીનો વિરોધ કર્યો. ભાજપનો દાવો છે કે સમગ્ર ઘટના પૂર્વ-આયોજિત હતી અને વિપક્ષ ભારતની આર્થિક અને તકનીકી પ્રગતિને પચાવી શકતો નથી.