android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
AIMIM: હમ દો, હમારે દો ડઝન, AIMIM નેતા શૌકત અલીએ આપ્યો નારો, કહ્યું વસ્તી વધશે તો દેશ થશે મજબૂત

calendar_todayFebruary 9, 2026

AIMIM: હમ દો, હમારે દો ડઝન, AIMIM નેતા શૌકત અલીએ આપ્યો નારો, કહ્યું વસ્તી વધશે તો દેશ થશે મજબૂત

અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વ હેઠળના AIMIMના ઉત્તર પ્રદેશ પ્રમુખ શૌકત અલીએ રવિવારે સાંજે મુરાદાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી જેમાં એવુ નિવેદન આપ્યું કે નવો જ વિવાદ થઇ ગયો. જન સંખ્યા વૃદ્ધિ અને સમુદાયની તાકાત પર બોલતી વખતે તેમણે નારો આપ્યો કે હમ દો અને અમારા ડઝન.

મારા 8 અને મારા ભાઇના 16 બાળકો 

સભા દરમિયાન અલીએ દાવો કર્યો કે તેમના 8 બાળકો છે અને જ્યારે તેમના મોટા ભાઇના 16. તેમણે કહ્યું કે તેઓ મુસ્લિમોને શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરશે. તેમણે કહ્યું અમે બધા મુસ્લિમોને શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા વિનંતી કરીશું.  અમારી માતા 97 વર્ષની છે, તેમના ઓછામાં ઓછા 72 પૌત્ર-પૌત્રીઓ યુવાન છે."

તેમણે કહ્યું કે જ્યારે અલ્લાહ આપી રહ્યો છે તો તમે લેતા રહો. જ્યાં સુધી તે આપતો રહે છે, લેતા રહો. દેશમાં કેટલાક લોકો ચિંતિત છે કે આપણી વસ્તી વધી રહી છે પરંતુ જો વસ્તી વધશે, તો દેશ મજબૂત બનશે.

ચીન સાથે કરી તુલના 

ચીન સાથે તુલના કરતા તેઓએ કહ્યું કે ચીનની વસ્તી વધારે છે એટલે તે મજબૂત છે. જો આપણી વસ્તી વધશે તો આપણો દેશ પણ મજબૂત થશે. હું કહીશ કે હમ દો, હમારે ડઝન. તો લોકોને અમારી વસ્તી વધવાથી શું તકલીફ છે. જે લોકો લગ્ન પણ કરતા નથી તેઓ સલાહ આપી રહ્યા છે કે હિંદુ ભાઇઓએ 4 બાળકો પેદા કરવા જોઇએ. અમે કહીએ છીએ કે હિંદુ ભાઇઓ, 4 નહીં 14 બાળકો પેદા કરો. જેથી દેશ વધારે મજબૂત થઇ શકે.  


Gold Silver Rate Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીમાં તેજી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ