calendar_todayMarch 12, 2026
Air India Airlines : મિડલ ઈસ્ટ માટે 13 માર્ચથી એર ઈન્ડિયા 78 ફ્લાઈટ કરશે શરૂ
પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં મુસાફરોની વધતી માગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 13 માર્ચ 2026ના રોજ કુલ 78 શેડ્યૂલ અને નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ્સ દ્વારા મુસાફરોને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાંથી અવર-જવર માટે વધુ સુવિધા મળશે.
13 માર્ચથી જેદ્દાહ અને મસ્કત માટે નિયમિત સેવા ચાલુ રાખશે
બંને એરલાઈન્સ 13 માર્ચથી જેદ્દાહ અને મસ્કત માટે નિયમિત સેવા ચાલુ રાખશે. જેમાં કુલ 6 ફ્લાઈટ્સ જેદ્દાહ માટે ચલાવવામાં આવશે, જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ મસ્કત માટે 12 શેડ્યૂલ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ ઉપરાંત એર ઈન્ડિયા દ્વારા દિલ્હી અને મુંબઈથી જેદ્દાહ માટે એક-એક રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ ચલાવવામાં આવશે. બીજી તરફ એર ઈન્ડિયા એક્સપ્રેસે હૈદરાબાદથી જેદ્દાહ માટે એક ફ્લાઈટ અને તેની વાપસી સેવા આપશે.
બંને એરલાઈન્સ 14 માર્ચે રિયાધ માટે પણ નોન-શેડ્યૂલ રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ ચલાવશે. જેમાં એર ઈન્ડિયા મુંબઈથી અને એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઝિકોડથી ફ્લાઈટ ઓપરેટ કરશે. આ ઉપરાંત એર ઈન્ડિયા એક્સપ્રેસે મસ્કત માટેની નિયમિત સેવાઓ ચાલુ રાખશે, જેમાં દિલ્હી, કન્નુર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમથી રાઉન્ડ ટ્રિપ ફ્લાઈટ્સ સામેલ છે.
મુસાફરોને મળશે રિફંડ
વધુમાં બંને એરલાઈન્સ UAE અને સાઉદી અરેબિયા માટે કુલ 60 નોન-શેડ્યૂલ ફ્લાઈટ્સ પણ ચલાવવાની યોજના ધરાવે છે. આ ફ્લાઈટ્સ સ્લોટ ઉપલબ્ધતા અને સ્થાનિક નિયમનકારી મંજૂરી પર આધારિત રહેશે. તે દરમિયાન ઉત્તર અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા માટેની એર ઈન્ડિયાની તમામ નિયમિત ફ્લાઈટ્સ યથાવત્ ચાલુ રહેશે. જેમના રૂટ તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે એવા મુસાફરોને ભવિષ્યની તારીખે નિઃશુલ્ક રીબુકિંગ અથવા સંપૂર્ણ રિફંડની સુવિધા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Donald Trumpએ કહ્યું 'દુનિયાને બરબાદ નહીં થવા દઉં, અમેરિકા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ'