android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Air India Flight Engine Failed: પ્લેન ટેક ઑફ થયે 50 મિનિટ થઇ અને પછી...એન્જિન ફેલ, અબુધાબી જતી ફ્લાઇટની ઘટના

calendar_todaySeptember 7, 2026

Air India Flight Engine Failed: પ્લેન ટેક ઑફ થયે 50 મિનિટ થઇ અને પછી...એન્જિન ફેલ, અબુધાબી જતી ફ્લાઇટની ઘટના

છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટમાં તકનિકી ખામીની ઘટનાઓ સામે આવે છે. પરિણામે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે. ત્યારે વધુ એકવાર આવી જ ઘટના બની. કોચીથી અબુ ધાબી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX-415 ને ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ વચ્ચે જ પાછી ફરવી પડી.

એન્જિનમાંથી ઓઇલ થતુ હતું લીક 

મળતા અહેવાલ મુજબ ફ્લાઇટ ટેકઓફ થયાના લગભગ 50 મિનિટ પછી અચાનક જ વિમાનના એન્જિન નંબર 1 માં તેલનું સ્તર ઝડપથી ઘટી ગયું હતું, સ્થિતિ એટલી ગંભીર થઇ ગઇ હતી કે પાયલટે સલામત રીતે લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો. જ્યારે બોઇંગ 737 36,000 ફૂટની ઊંચાઈએ ઉડાન ભરી રહ્યું હતું ત્યારે પાયલટે અને કો-પાઇલટે એન્જિન નંબર 1 ના તેલના સ્તરમાં ઝડપથી ઘટાડો જોયો અને એન્જિનમાંથી બળતણ લીક થતું જોયું.

ફ્લાઇટ ઇમરજન્સી લેન્ડ કરવી પડી 

વધતા ઓઇલ લીકેજને કારણે એન્જિન ફેલ થયું. આ પરિસ્થિતિનો સામનો કરીને, ફ્લાઇટ ક્રૂએ 'FORDEC' પ્રોટોકોલ લાગુ કર્યો - તાત્કાલિક નિર્ણયો લેવા માટે એક માનક પ્રક્રિયા.

પાયલટે કોચી તરફ પાછી વાળી ફ્લાઇટ 

ઓઇલના સ્તરમાં સતત ઘટાડો જોતાં અને દબાણ ગંભીર સ્તરે પહોંચી ગયું હોવાનું ધ્યાનમાં લેતા, પાઇલોટ્સે સાવધાની રાખી અને અસરગ્રસ્ત એન્જિન બંધ કર્યું. ત્યારબાદ, અબુ ધાબી જતી ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી અને કોચી તરફ પાછી વાળવામાં આવી.


આ પણ વાંચો: Maithili Thakur: મની નથી લાગતું કે સરનેમને આધારે... અનામતને લઇને મૈથિલી ઠાકુરે તોડ્યુ મૌન