android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ajit Pawar Funeral: અજિત પવાર પંચતત્વમાં વિલીન, પુત્ર પાર્થે આપી મુખાગ્નિ

calendar_todayJanuary 29, 2026

Ajit Pawar Funeral: અજિત પવાર પંચતત્વમાં વિલીન, પુત્ર પાર્થે આપી મુખાગ્નિ

મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે 28 જાન્યુઆરીના રોજ એક વિમાન દુર્ઘટનામાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન થયું. વિમાને બે વખત લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લેન્ડિંગ દરમિયાન જ ક્રેશ થઇ ગયું. જેમાં અજિત પવાર, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, સહ-પાઇલટ શામ્ભવી પાઠક, ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી અને વ્યક્તિગત સુરક્ષા અધિકારી વિદીપ જાધવના મોત થયા. . આ ઘટનાએ દેશભરમાં શોકની લહેર ફેલાવી દીધી હતી


અલવિદા અજિત દાદા 

ત્યારે બારામતીમાં વિદ્યા પ્રતિષ્ઠાન ખાતે અજિત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.  આ દુઃખની ઘડીમાં અમિત શાહ, ડેસીએમ એકનાથ શિંદે, સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત નીતિન ગડકરી, પ્રમોદ સાવંત, ઉદ્ધવ ઠાકરે, રાજઠાકરે, સહિત રાજકીય દિગ્ગજો અંતિમ દર્શનાથે પહોંચ્યા હતા. 

ભારે જનમેદની ઉમટી, તિરંગામાં લપેટાયો નશ્વર દેહ 

અજિત દાદાને અંતિમ વિદાય આપવા માટે વિદ્યા પ્રતિષ્ઠાન મેદાન ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. અજિત દાદાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે.  અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. ત્રિરંગામાં લપેટાયેલા, નાયબ મુખ્યમંત્રીના  નશ્વર દેહને  અંતિમ સંસ્કાર માટે વિદ્યા પ્રતિષ્ઠાન ગ્રાઉન્ડમાં ખાતે લવાયો હતો.

પુત્રએ આપી મુખાગ્નિ 

એનસીપી નેતા અજિત પવાર પાંચ તત્વોમાં ભળી ગયા છે. તેમના પુત્રો પાર્થ પવાર અને જયે ચિતાને અગ્નિદાહ આપ્યો.


આ દિગ્ગજોએ અંતિમ સંસ્કારમાં આપી હાજરી 

અભિનેતા રિતેશ દેશમુખે બારામતીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.  વરિષ્ઠ નેતાઓની યાદીમાં અમિત શાહ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંતનો સમાવેશ થાય છે.