calendar_todayJanuary 28, 2026
Ajit Pawar Plane Crash : અજિત પવારના નિધનથી ગુજરાત NCP માં શોક, અમદાવાદમાં નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે. અમદાવાદ ખાતે આવેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કાર્યાલયમાં આજે એક ભાવુક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ ગુજરાત NCP પ્રમુખ નિકુલ તોમરે અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, અજિત પવારનું નિધન એ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પણ ભારતીય રાજનીતિ માટે એક મોટી ખોટ છે. તેઓ છ વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળીને રાજ્યના વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવતા હતા.
નિકુલ તોમરનું નિવેદન
નિકુલ તોમરે વધુમાં ઉમેર્યું હતું કે, અજિત પવાર માત્ર એક રાજનેતા જ નહીં પણ પ્રજાના પ્રશ્નોને જીવંત રાખનારા લોકનેતા હતા. તેઓ હંમેશા લોકોને રૂબરૂ મળી તેમની સમસ્યાઓ ધ્યાનથી સાંભળતા અને તે પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે જાણીતા હતા. ઘણીવાર જટિલ પ્રશ્નોના ઉકેલમાં વિલંબ કરનારા અધિકારીઓને તેઓ જાહેરમાં ખખડાવતા પણ ખરા, જેથી સામાન્ય જનતાના કામો અટકે નહીં. NCP કાર્યકરોએ 'દાદા' તરીકે ઓળખાતા આ નેતાના સેવાભાવી કાર્યોને યાદ કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પણ વાંચો : Ahmedabad News : કોંગ્રેસ નેતા હીરા જોટવાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી, જેલવાસ યથાવત