android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambajiમાં નવરાત્રિ પર્વે જાણીતા સિંગર નીતિન મુકેશે કર્યા મા અંબાના દર્શન

calendar_todayOctober 16, 2026

Ambajiમાં નવરાત્રિ પર્વે જાણીતા સિંગર નીતિન મુકેશે કર્યા મા અંબાના દર્શન

પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે નવરાત્રિના પાવન પર્વે બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર નીતિન મુકેશે મા અંબાના દરબારમાં શીશ નવાવી ધન્યતા અનુભવી હતી. મા અંબા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા નીતિન મુકેશ અવારનવાર માતાજીના દર્શનાર્થે અંબાજી આવે છે. આ વખતે પણ નવરાત્રિ દરમિયાન અંબાજી પહોંચી તેમણે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી અને માતાજીની ભક્તિમાં લીન થયા હતા.

અંબાજી ધામમાં જાણીતા ગાયક નીતિન મુકેશની ભક્તિ

અંબાજી મંદિરના પવિત્ર ચાચર ચોકમાં સિંગર નીતિન મુકેશે મા અંબાના ગરબાનું ગાન કર્યું હતું. તેમણે પોતે આ સુંદર ક્ષણોનો વીડિયો પોતાના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ચાચર ચોકમાં માતાજીની ભક્તિમાં લીન થઈને ગરબા ગાતા સિંગરને જોઈને ઉપસ્થિત ખેલૈયાઓ અને માઈ ભક્તો પણ ભાવવિભોર બની ગયા હતા.

"ગુજરાત મારું મોસાળ છે, માતાજીની મારા પર અપાર કૃપા"– નીતિન મુકેશ

મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં નીતિન મુકેશે જણાવ્યું હતું કે, "મારા મમ્મી ગુજરાતી હતા, એટલે ગુજરાત મારું મોસાળ કહેવાય. હું નાનપણથી જ માતાજીના દર્શને આવું છું અને 2006થી સતત 20 વર્ષ સુધી મા અંબાની મારા પર અવિરત કૃપા રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "હું બંને નવરાત્રિમાં મા અંબાના દર્શન કરવાની ઈચ્છા રાખું છું. માતાજી જ્યારે પણ બોલાવે ત્યારે અમે દર્શનાર્થે દોડી આવીએ છીએ, મા અંબાની મારા પર અસીમ કૃપા છે."

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો