calendar_todayMarch 18, 2026
Ambajiને 1,632 કરોડના ખર્ચે 'મોડેલ ટેમ્પલ ટાઉન' તરીકે વિકસાવવામાં આવશે, માસ્ટર પ્લાન થયો અમલી
અંબાજી મંદિર વિસ્તારને રૂપિયા 1632 કરોડના ખર્ચે મોડેલ ટેમ્પલ ટાઉન તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન અમલી કરવામાં આવ્યો છે. આ સાથે પાલનપુરમાં કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષસ્થાને વિકાસ કામોની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ભાદરવી પૂનમના મેળા પહેલાં યાત્રીઓની સુવિધા માટે તમામ જરૂરી આયોજનને અગ્રતા આપવામાં આવી.
'શક્તિ કોરિડોર' ભવ્ય રીતે વિકસાવવામાં આવશે
સમિતિમાં સૂચના આપવામાં આવી કે મંદિરમાંથી ગબ્બર સુધીનું વિસ્તરણ કરાશે અને તેને 'શક્તિ કોરિડોર' તરીકે ભવ્ય રીતે વિકસાવવામાં આવશે, તેમજ ચાચર ચોકનું કદ 3 ઘણું કરીને યાત્રીઓ માટે વધુ ખુલ્લું અને સજ્જ બનાવવામાં આવશે. આ કામગીરી યાત્રીઓને સરળતાથી આવતા જતા સરળ માર્ગ અને સુંદર દૃશ્યોની સુવિધા આપશે. સમીક્ષામાં સતી સરોવરનું બ્યુટીફિકેશન અને આધુનિક યાત્રી નિવાસ જેવી વિશ્વકક્ષાની સુવિધાઓ ઊભી કરવાની યોજના પણ ચર્ચામાં હતી, જેથી અંબાજી મંદિરમાં આવતા યાત્રીઓને વૈશ્વિક સ્તરની અનોખી અનુભવ મળશે. આ ભવ્ય યોજનામાં યાત્રીઓ માટે આરામદાયક, સ્વચ્છ અને આધુનિક વાતાવરણ બનાવવા પર ભાર મૂકાયો છે.
કલેક્ટરે દરેક વિભાગને આપી સૂચના
કલેક્ટર મિહિર પટેલે દરેક વિભાગને સૂચના આપી કે પ્રથમ તબક્કાની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે. આ યોજનાનો ઉદ્દેશ્ય અંબાજી મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વતા સાથે યાત્રીઓ માટે સુવિધાઓમાં વધારો અને ભવ્યતા લાવવામાં મદદરૂપ થવાનો છે. આ વિકાસ કાર્ય અંબાજીના ધાર્મિક કેન્દ્રને આધુનિક સુવિધાઓ અને બ્યુટીફિકેશન સાથે એક આધુનિક, આયોજિત અને યાત્રીઓ માટે અનુકૂળ શહેરમાં ફેરવશે.
આ પણ વાંચો : Junagadh News: લીમધ્રા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડા