android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ambaji માં નવું નજરાણું, 25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'જય સોમનાથ ઉમિયાધામ'નું લોકાર્પણ

calendar_todayJanuary 21, 2026

Ambaji માં નવું નજરાણું, 25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'જય સોમનાથ ઉમિયાધામ'નું લોકાર્પણ

યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. આગામી 25 જાન્યુઆરીના રોજ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજીમાં નવનિર્મિત 'જય સોમનાથ ઉમિયાધામ'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ ધામ યાત્રિકો માટે તમામ પ્રકારની અદ્યતન સગવડોથી સજ્જ કરવામાં આવ્યું છે. અંબાજીમાં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી, આ નવું ભવન યાત્રિકોના રોકાણ અને ભોજન માટે એક આશીર્વાદ સમાન સાબિત થશે.

અંબાજી યાત્રા થશે વધુ સુખદ

જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રિકોને રહેવા માટે આધુનિક રૂમ અને જમવા માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભવ્ય સ્થાપત્ય અને સામાજિક એકતાના પ્રતીક સમાન આ ધામના નિર્માણથી અંબાજી આવતા માઈભક્તોને હવે ઉતારા માટે ઉત્તમ વિકલ્પ મળી રહેશે. 25 જાન્યુઆરીએ યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને અગ્રણી સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી અંબાજીના પર્યટન અને ધાર્મિક મહત્વમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે.

આ પણ વાંચો : Aravalli માં હાર્ટ એટેકનો કહેર, મોડાસા-ઠેમડા બસના ડ્રાઈવરનું ચાલુ ફરજ પર હૃદયરોગના હુમલાથી મોત