calendar_todayJanuary 23, 2026
Ambaji ગબ્બર ખાતે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ, સાબરકાંઠાથી 195 બસોની વ્યવસ્થા
અંબાજી ગબ્બર ખાતે આગામી તા. 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં સાબરકાંઠા જિલ્લાના શ્રદ્ધાળુઓ સરળતાથી ભાગ લઈ શકે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ત્રણ દિવસમાં કુલ 195 બસોની વ્યવસ્થા કરવામાં આવી
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણ દિવસમાં કુલ 195 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરરોજ 65 બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી ગબ્બર સુધી નિઃશુલ્ક લઈ જવામાં આવશે. પરિક્રમા અને દર્શન પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓને પરત લાવવાની પણ વ્યવસ્થા રહેશે.
શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક મુસાફરી
યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક મુસાફરી ઉપરાંત અલ્પાહાર, પીવાનું પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જરૂર પડ્યે આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે. પરિક્રમા સમયે ભોજનની વ્યવસ્થા અંબાજી ટ્રસ્ટ દ્વારા કરાશે.
સવારે 9 વાગ્યે તમામ બસો અંબાજી પહોંચશે
ત્રણેય દિવસ સવારે 9 વાગ્યે તમામ બસો અંબાજી પહોંચશે. તાલુકાવાર બસોની ફાળવણી કરવામાં આવશે
ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠા જિલ્લાના તમામ શ્રદ્ધાળુઓને આ પવિત્ર પરિક્રમા મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.