android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અમદાવાદ : AMCનો કરોડોનો પ્લાન ફ્લોપઃ શું માત્ર બજેટ વાપરવા જ બનાવાઈ હતી નિકોલ શાક માર્કેટ?

calendar_todaySeptember 9, 2026

અમદાવાદ : AMCનો કરોડોનો પ્લાન ફ્લોપઃ શું માત્ર બજેટ વાપરવા જ બનાવાઈ હતી નિકોલ શાક માર્કેટ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી નિકોલ શાક માર્કેટ આજે અઢી વર્ષ પછી પણ ભૂતિયા બંગલા જેવી હાલતમાં છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ માર્કેટમાં એક પણ ફેરિયો વેચાણ કરવા તૈયાર નથી, જેને કારણે કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ સદંતર નિષ્ફ્ળ સાબિત થયો છે.

મહત્વનું છે કે AMCદ્વારા જ્યારે આ માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે હેતુ એવો હતો કે રસ્તા પર ઉભારહેતા ફેરિયાઓને આ માર્કેટમાં વ્યવસ્થિત જગ્યા પૂરી પાડવામાં આવે અને ટ્રાફ્કિની સમસ્યા હલ થાય. જોકે, હકીકત કાંઈક અલગ જ છે. કરોડો રૂપિયાના આંધણ બાદ પણ ફેરિયાઓ રોડ પર જ ઉભા રહે છે અને માર્કેટ આખું ખાલી પડયું છે.

નિકોલ વિસ્તારના રહીશોનું કહેવું છે કે માર્કેટનું સ્થાન મુખ્ય રસ્તાથી થોડું દૂર હોવાથી ગ્રાહકો અહીં આવવા તૈયાર નથી. ફેરિયાઓનું પણ એવું કહેવું છે કે જો તેઓ માર્કેટની અંદર જશે તો તેમની કમાણી ઘટી જશે કારણ કે ગ્રાહકો રોડ પરથી જ શાકભાજી ખરીદવાનું પસંદ કરે છે.

વધુમાંસ્થાનિક લોકોનું માનવું છે કે AMCએ ફેરિયાઓ સાથે યોગ્ય સંવાદ કર્યા વગર જ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેને કારણે આ સમસ્યા સજાઈ છે.કરોડોના ખર્ચે બનેલી આ શાક માર્કેટની આ હાલત જોઈને પ્રશ્ન એ થાય છે કે શું AMCએ માત્ર ખર્ચ કરવા ખાતર જ આ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો? શું આ અંગે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું? કે પછી આ પ્રોજેક્ટ પણ અન્ય ઘણા પ્રોજેક્ટ્સની જેમ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયો છે ?

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો