android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
AMC Budget 2026-27: અમદાવાદ કોર્પોરેશને MJ લાયબ્રેરી અને VS હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યુ, અગાઉના બજેટ કરતા 1.35 કરોડનો વધારો કરાયો

calendar_todayFebruary 4, 2026

AMC Budget 2026-27: અમદાવાદ કોર્પોરેશને MJ લાયબ્રેરી અને VS હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યુ, અગાઉના બજેટ કરતા 1.35 કરોડનો વધારો કરાયો

ઓડિટોરિયમ સુધારો, સુવિધા ઊભી કરવા, કેન્ટિન, ગ્રીન રૂમ સહિતની સુવિધા માટે જોગવાઈ કરાઈ છે અને VS હોસ્પિટલના ડ્રાફ્ટ બજેટમાં 5.77 કરોડનો સુધારો કરાયો છે, સુધારા સાથે કુલ 212.87 કરોડનું બજેટ રજૂ કરાયું અને હોસ્પિટલ બિલ્ડિંગ, રીટ્રોફિટિંગ માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે.

પ્રસુતિ ગૃહ બનાવવા 15 કરોડની જોગવાઇ

નર્સિંગ સ્કૂલ, ટ્રોમા સેન્ટર રીનોવેશન માટે 10 કરોડની જોગવાઈ, નવા તબીબી સાધનો ખરીદવા 16.2 કરોડની જોગવાઈ અને VS હોસ્પિટલ 200 બેડ સાથે ચલાવવામાં આવશે, બિલ્ડિંગમાં સુધારા બાદ 500 બેડની હોસ્પિટલ કરાશે

AMTS રૂ.1011 કરોડનું સુધારેલું બજેટ મંજૂર

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ૨૦૨૬-૨૭ના વર્ષનું રૂ.1011 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. AMTS બસોમાં રૂ. ૩ કરોડના ખર્ચે A Iના આધારે બસ રૂટ પર દોડવાતી બસોની સંખ્યા અને કેટલી બસોની ડીમાન્ડ છે તે અંગે સર્વે કરીને બસોની ફીક્વન્સી વધારવા હેતુસર ડાયનેમિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટીમાઈઝેશન લગાવવામાં આવશે. AI સોફટવેરની મદદથી સમયસર બસ આવે અને વધુ અવરજવર ધરાવતા બસ રૂટ પર બસની સંખ્યા વધારી શકાય તે માટે વ્યવસ્થા કરાશે.

AMTS પણ હવે હાઈટેક રૂટ પર આગળ ધરી રહી છે

આગામી વર્ષમાં નવી ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે અને હાલ શહેરમાં દોડાવાતી 867 બસની સંખ્યામાં બમણો વધારો કરીને 1600 બસનો કાફલો કરવામાં આવશે. હાલ, મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTSની બસ દોડાવવામાં આવી રહી છે. હયાત બસો રૂટોનું એનાલિસીસ કરીને જરૂરિયાત મુજબ બસ ફીક્વન્સી વધારવામાં આવશે. જમાલપુરના બસ ડીપોમાં 50 વર્ષ જૂના સ્ટોર બિલ્ડિંગ તોડીને રૂ.3 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવાશે. સ્ટાફ બીહેવિયર માટે રૂ.20 લાખ ફાળવાયા છે.

AMTSના ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂ.991 કરોડના ડ્રાફ્ટ

બજેટમાં AMTS કમિટી ચેરમેન ધરમશી દેસાઈએ રૂ. ૨૦ કરોડનો વધારો કરીને બજેટ મંજૂર કર્યું છે. હાલ, મહેમદાવાદ, સાણંદ, કલોલ અને બાવળા સુધી AMTSની બસ દોડાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ૧૫મા નાણાં પંચની રૂ. ૯ કરોડની ગ્રાન્ટ મેળવીને વધુ ૪ ઈલેક્ટ્રીક AC ડબલ ડેકર બસ, તેના ચાર્જર કોમ્પ્રીહેન્સિવ મેઈન્ટેનન્સ મેન્યુફેક્ચરર પાસે ખરીદવામાં આવશે. રૂ. ૨ કરોડની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર લગાવાશે.


આ પણ વાંચો : Surat News : સુરતમાં લક્ષ્મી ગ્રુપ પર ITના દરોડાનો કેસ, 1500 કરોડના બેનામી વ્યવહારો મળ્યા : સૂત્ર