android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Americaની Ankita Patelએ સાંઈ બાબાને ₹1 કરોડનો સોનાનો મુગટ કર્યો અર્પણ

calendar_todayFebruary 3, 2026

Americaની Ankita Patelએ સાંઈ બાબાને ₹1 કરોડનો સોનાનો મુગટ કર્યો અર્પણ


સોનાનો મુગટ આશરે 700 ગ્રામ વજનનો હતો અને તેને સાંઈ બાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરને સોંપવામાં આવ્યો હતો.

સાંઇ ભક્તની અનોખી આસ્થા

લાખો શ્રદ્ધાળુઓની આ શ્રદ્ધા ફક્ત દર્શન પૂરતી મર્યાદિત નથી. પરંતુ સેવા, બલિદાન અને દાન દ્વારા પણ સતત વ્યક્ત થાય છે. અમેરિકાની સાંઈ ભક્ત અંકિતા રાજેન્દ્ર પટેલે સાંઈ બાબાને સુંદર અને કોતરણી કરેલ સોનાનો મુગટ અર્પણ કરીને પોતાની ભક્તિ દર્શાવી હતી. સોનાનો મુગટ આશરે 700 ગ્રામ વજનનો છે અને તેની કિંમત ₹1 કરોડ 1 લાખ 38 હજાર 100 હોવાનો અંદાજ છે. આ મુગટ સત્તાવાર રીતે સાંઈ બાબા સંસ્થાનના સીઈઓ ગોરક્ષ ગાડિલકરને સોંપાયો હતો.

અંકિતા પટેલનું કરાયુ સન્માન

સોનાનો મુગટ અર્પણ કર્યા બાદ સાંઈ બાબા સંસ્થાને ઉદાર સાંઈ ભક્ત અંકિતા રાજેન્દ્ર પટેલનું સન્માન કર્યું અને તેમના ઉદાર દાન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાંઈ ભક્તો, ઔદ્યોગિક જૂથો, બેંકો અને સામાજિક સંગઠનો સંસ્થાનના વિવિધ સેવાકીય પહેલોને સતત સમર્થન આપે છે. આ જ દિશામાં, યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ તેના સીએસઆર ફંડ દ્વારા સંસ્થાનની બંને હોસ્પિટલોને કુલ ₹1.93 કરોડના અત્યાધુનિક તબીબી ઉપકરણોનું દાન કર્યું હતુ.

અગાઉ પણ કરાયુ છે દાન

આ દાનમાં બે અદ્યતન 3D નેફ્રોસ્કોપી મશીનો અને 2D કેમેરા સિસ્ટમનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ સંસ્થાની બંને હોસ્પિટલોમાં કરવામાં આવશે. મુખ્ય કાર્યકારી અધિકારી ગોરક્ષ ગાડિલકરે જણાવ્યું હતું કે આ મશીનો કિડની સંબંધિત રોગોનું વધુ સચોટ, ઝડપી અને અસરકારક નિદાન અને સારવાર શક્ય બનાવશે. આ પ્રસંગે સાંઈ બાબા સંસ્થાને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી પાંડેનું ખાસ સન્માન કર્યું હતું.

આ પણ વાંચોઃ પ્રતિબંધ છતાં ચૂંટણી પર આવામી લીગનો પ્રભાવ, Sheikh Hasinaના પક્ષે શું કર્યુ આયોજન?, જાણો