calendar_todayJanuary 23, 2026
Amreli શહેરમાં શ્વાનના આંતક બાદ પાલિકાનો એક્શન પ્લાન, 1600 જેટલા શ્વાનોનું રસીકરણ શરુ કરાયું
અમરેલી શહેરમાં શ્વાનના આંતક બાદ અમરેલી નગરપાલિકા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને 1600 જેટલા શ્વાનોનું ભાવનગરની વેટનરી તબીબોની ટીમ દ્વારા રસીકરણ શરૂ કર્યું જેમાં ખાસ કરીને જે 10 વિસ્તારોમાં શ્વાનનો વધુ આંતક હતો તે વિસ્તારમાં શ્વાનને હડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરાઈ
1600 થી વધારે શ્વાનનું રસીકરણ કરવાની શરૂઆત
અમરેલી શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી શ્વાન દ્વારા હાહાકાર મચાવવામાં આવ્યો હતો અને 50થી વધારે લોકોને શ્વાને બચકા ભર્યા હતા જેને પગલે અમરેલી નગરપાલિકા દ્વારા એક્શન પ્લાન કરવામાં આવ્યો છે અને અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાં 1600 થી વધારે શ્વાનને રસીકરણ કરવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ભાવનગરથી વેટનરી તબીબો ની ટીમ અમરેલી આવી પહોંચી છે.
હડકવા વિરોધી રસી આપવાની કામગીરી
જે 10 વિસ્તારમાં શ્વાનનો આંતક હતો તે વિસ્તારમાં હડકવા વિરોધી રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી અમરેલી શહેરમાં 10 વિસ્તારો ની અંદર છ છ લોકોની બે ટીમો બનાવી છે આ ટીઓ દ્વારા અમરેલી શહેરમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડે જણાવ્યું હતું.
આ પણ વાંચો----- Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા