android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli : ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરા મુક્યા

calendar_todayJanuary 13, 2026

Amreli : ખાંભાના હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર દીપડાનો હુમલો, વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરા મુક્યા

અમરેલીના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે આજુબાજુના વન વિસ્તારમાં દીપડાના હુમલામાં એક 2 વર્ષનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર અપાઇ

આ ઘટના બાદ પરિવારના સભ્યો અને ગ્રામજનો તરત બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.

દીપડાને પકડવા માટે બે પાંજરા મુક્યા

વન વિભાગને ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને દીપડાને પકડવા માટે બે પાંજરા મુક્યા છે. વનવિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

ગામમાં લોકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું

ગામમાં લોકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે, જ્યારે વનવિભાગ દ્વારા તપાસ અને દીપડાને નિયંત્રિત કરવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.


આ પણ વાંચો----   Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ