android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli News : વરસાદી પાણી અને રેલવેના પાળાના વિવાદે પકડ્યું જોર, ટ્રેક પર બેસી ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

calendar_todayOctober 11, 2026

Amreli News : વરસાદી પાણી અને રેલવેના પાળાના વિવાદે પકડ્યું જોર, ટ્રેક પર બેસી ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

અમરેલી જિલ્લાના કડિયાળી ગામે રેલવે તંત્રની બેદરકારી અને સ્થાનિક સમસ્યાઓના વિરોધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર 'રેલ રોકો' આંદોલન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે દ્વારા પાળો દૂર કરવામાં આવતા ચોમાસા કે અન્ય કારણોસર ગામના અનેક ઘરોમાં વરસાદી તથા ભરાતી પાણીના પ્રવાહ ઘૂસી ગયા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત દયનીય બની ગઈ હતી. તંત્ર સમસ્ત અનેક રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો.

AAP નેતાની આગેવાનીમાં માલગાડી રોકી વિરોધ

ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચતા આમ આદમી પાર્ટી (AAP) ના નેતાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનો રેલવે ટ્રેક પર ધસી આવ્યા હતા અને પાટા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક માલગાડીને પણ રોકી દેવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ અને મરીન પોલીસનો મોટો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

રેલવે વિભાગની આશ્વાસન અને ખાતરી બાદ મામલો શાંત પડ્યો

આંદોલનની ઉગ્રતા વધી જતાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી હતી. રેલવે વિભાગ દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સત્વરે યોગ્ય પગલાં લેવાની અને પાળા અંગે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી હતી. તંત્ર તરફથી સત્તાવાર ખાતરી મળ્યા બાદ ગ્રામજનોએ પોતાનું આંદોલન સમેટ્યું હતું અને ટ્રેક ખુલ્લો કરતાં રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો : Ahmedabad News : ફાયર NOC અને પોલીસ મંજૂરીના ચક્કરમાં ફસાયા ગરબા આયોજકો, પહેલા નોરતે પણ દોડધામ ચાલુ