android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amreli News : ધારીમાં એક સાથે 11 સિંહે રસ્તો ક્રોસ કરતાં વાહનો થંભી ગયા, જુઓ Video

calendar_todayFebruary 3, 2026

Amreli News : ધારીમાં એક સાથે 11 સિંહે રસ્તો ક્રોસ કરતાં વાહનો થંભી ગયા, જુઓ Video

ગુજરાતમાં ગીરનું જંગલ સિંહો માટેનું રહેઠાણ તરીકે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. હવે આ જંગલમાંથી સિંહોએ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પોતાનો વિસ્તાર બનાવ્યો છે. અમરેલી જિલ્લામાં પણ સિંહોનો વસવાટ વધી રહ્યો છે. જેથી રહેણાંક વિસ્તારો અને હાઈવે પર સિંહો અવારનવાર લટાર મારતા નજરે પડે છે. અમરેલીમાં એક સાથે 11 સિંહો રોડ ક્રોસ કરતાં હોય તેવો એક વીડિયો રાજ્ય સરકારના મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો હાલ જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.



વાહન ચાલકોએ વન વિભાગની કામગીરી વખાણી

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના છતડિયા પાસેના સ્ટેટ હાઈવે પર એક સાથે 11 સિંહો રોડ ક્રોસ કરતા હોય તેવો વીડિયો જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. સિંહોને રસ્તો આપવા માટે વન કર્મીઓએ ટ્રાફિકને રોકી પોતાની ફરજ બજાવતા હતાં. વન મંત્રીએ એક્સ પર આ વીડિયો પોસ્ટ કરીને વન કર્મીઓના ખૂબ વખાણ કર્યા હતાં. એક સાથે 11 સિંહ રોડ ક્રોસ કરતાં વાહન ચાલકોમાં પણ ભય ફેલાયો હતો. ધારી ગીર વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક અસરથી ત્યાં પહોંચ્યા હતાં અને વાહનોને રોકીને સિંહોને સુરક્ષિત રીતે રસ્તો ક્રોસ કરાવ્યો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોએ વન વિભાગની કામગીરી વખાણી હતી.