android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand: 1.51 લાખના મોબાઈલ માલિકોને અપાયા

calendar_todayFebruary 19, 2026

Anand: 1.51 લાખના મોબાઈલ માલિકોને અપાયા

વીરસદ પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત રાજ્ય સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસે કુલ 9 ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢયા છે, જેની અંદાજીત કિંમત રૂ. 1,51,500 જેટલ છે. આ તમામ ફોન તેમના અસલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરી જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એન વિરસદ પોલીસ સ્ટેશન સર્વેલનસ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આધુનિક ટેક્નોલોજી અને ઝીણવટભરી તપાસના આધારે વિવિધ વિસ્તારોમાંથી આ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ માલિકોને બોલાવીને ફોન સોંપવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની ગુમ થયેલી કિંમતી વસ્તુઓ ઝડપથી શોધી તેમને પરત કરવાનો છે. આનાથી નાગરિકોને થતી અનાવશ્યક હેરાનગતિ ટાળી શકાય છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બને છે. મોબાઈલ ફોન જેવા ઉપકરણો ગુમ થવાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક કામગીરી પર અસર પડે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો