android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand : ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની 12 દિવસથી હડતાળ યથાવત

calendar_todayFebruary 13, 2026

Anand : ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની 12 દિવસથી હડતાળ યથાવત

આણંદ જિલ્લામાં આવેલા ખંભાત શહેરમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી હડતાળ પર છે. સફાઈ કામદારો 7મા પગાર પંચના અમલીકરણ સહિત વિવિધ માંગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા છે.

વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ પણ આવ્યા

વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ પણ મેદાનમાં આવી હડતાળ પર બેઠેલા કર્મચારીઓની મુલાકાત લીધી હતી. તેમણે કર્મચારીઓની વેદના સાંભળી અને તેમની માંગણીઓને ન્યાયસંગત ગણાવી યોગ્ય નિરાકરણ લાવવા માટે સત્તાધીશો રજૂઆતો કરી હતી

7મા પગાર પંચનો લાભ અમલમાં મૂકવાની તેમની મુખ્ય માગ

સફાઈ કર્મચારીઓનું કહેવું છે કે 7મા પગાર પંચનો લાભ અમલમાં મૂકવાની તેમની મુખ્ય માંગ છે. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

આ મુદ્દે કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસે સફાઈ કર્મચારીઓની હડતાળને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. શહેરમાં વધતી ગંદકી અને પાલિકાના અણઘટ વહીવટ અંગે પણ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે.

ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે

કોંગ્રેસ આગેવાનો દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો આગામી ત્રણ દિવસમાં સફાઈ કર્મચારીઓને ન્યાય આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. હાલ શહેરવાસીઓ સમસ્યાના ઝડપી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો----     Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું