calendar_todayApril 29, 2026
Anand: આંકલાવમાં કોંગ્રેસનો દબદબો યથાવત : 13 બેઠકો કબ્જે કરી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હોમ ગ્રાઉન્ડ અને વિધાનસભા મતવિસ્તાર એવા આંકલાવમાં તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર કોંગ્રેસના વર્ચસ્વ પર મહોર મારી દીધી છે. કુલ 20 બેઠકો પૈકી કોંગ્રેસે 13 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને પોતાનું જૂનું શાસન અકબંધ રાખ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર 7 બેઠકોથી સંતોષ માનવો પડયો છે. આ વિજય અમિત ચાવડા માટે રાજકીય રીતે પ્રતિષ્ઠાનો જંગ હતો, જેમાં મતદારોએ ફરી પંજા પર વિશ્વાસ મૂકી ભાજપના કમળને પરાસ્ત કર્યું છે. વિગતવાર પરિણામો પર નજર કરીએ તો, અંબાલી બેઠક પર ભાજપના અંકીતા નીકુલકુમાર પરમાર (સામાન્ય સ્ત્ર્રી), અંબાવમાં કોંગ્રેસના લલિતાબેન વિનુભાઇ પઢિયાર (સામાન્ય સ્ત્ર્રી), આમરોલમાં ભાજપના રીનાબેન કિરણસિંહ રાઠોડ (સામાન્ય સ્ત્ર્રી) અને આસરમામાં ભાજપના મનિષાબેન વિજયભાઈ પઢિયાર (સામાન્ય સ્ત્ર્રી) વિજયી થયા છે. આસોદર-1માં કોંગ્રેસના પાર્વતીબેન કુબેરભાઇ પઢિયાર (ઓબીસી સ્ત્ર્રી), આસોદર-2માં કોંગ્રેસના સોનલબેન રાકેશભાઈ પઢિયાર (ઓબીસી સ્ત્ર્રી), બામણગામ-1માં ભાજપના કલ્પેશભાઇ ગીરીશભાઇ ચાવડા (ઓબીસી) અને બામણગામ-2માં ભાજપના કનુબેન અર્જુનભાઇ પરમાર (ઓબીસી) ચૂંટાયા છે. ભેટાસી બા ભાગમાં કોંગ્રેસના પરમાર વિનોદકુમાર વખતસિંહ (ઓબીસી), ભેટાસી વાટામાં ભાજપના કાર્તિકકુમાર મનુભાઇ સુથાર (સામાન્ય), ચમારામાં કોંગ્રેસના બીનલબેન સુભાષભાઇ પઢિયાર (સામાન્ય સ્ત્ર્રી), ગંભીરા-1માં કોંગ્રેસના જયોત્સનાબેન ભાઇલાલભાઇ મકવાણા (એસી સ્ત્ર્રી), ગંભીરા-2માં કોંગ્રેસના લાલજીભાઇ નિતેશભાઇ પરમાર (સામાન્ય) અને કહાનવાડીમાં કોંગ્રેસના ઉષાબેન મનુભાઇપઢિયાર (સામાન્ય) એ જીત મેળવી છે. ઉપરાંત, ખડોલ(હ)માં કોંગ્રેસના મિતેષકુમાર હર્ષદભાઇ સોલંકી (સામાન્ય), કોસીન્દ્રામાં ભાજપના મધુબેન રમેશભાઇ ગોહેલ (સામાન્ય સ્ત્ર્રી), મુજકુવામાં કોંગ્રેસના મનુભાઇ પુનમભાઇ પઢિયાર (સામાન્ય), નવાખલમાં કોંગ્રેસના કનુભાઇ શીવાભાઇ ઠાકોર (સામાન્ય), સંખ્યાડમાં કોંગ્રેસના મંજુલાબેન ભરતભાઇ સોલંકી (સામાન્ય સ્ત્ર્રી) અને ઉમેટામાં કોંગ્રેસના રેણુકાબેન ગણપતભાઇ ચૌહાણ (એસટી) વિજેતા જાહેર થયા છે. આમ, તમામ 20 બેઠકોના પરિણામો સાથે આંકલાવ તાલુકા પંચાયતમાં ફરી એકવાર કોંગ્રેસના પંજાએ કમળને ખીલતું અટકાવી દીધું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો