android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand: 15 ઔદ્યોગિક ઝોન પ્લોટની કિંમતમાં ધરખમ વધારો

calendar_todayAugust 20, 2026

Anand: 15 ઔદ્યોગિક ઝોન પ્લોટની કિંમતમાં ધરખમ વધારો

ચરોતરના ઔદ્યોગિક પ્લોટોની કિંમતમાં ધરખમ વધારો કરાતા ઔદ્યોગિક શેડની કિંમતની એસેટમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ઘણા વર્ષો બાદ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન-જીઆઇડીસી દ્વારા એલોટ કરવામાં આવતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પ્લોટના પ્રતિ.ચોરસ મીટરે નવા દરો લાગુ કરાયા છે. વિઠ્ઠલ ઉદ્યોગનગર, બોરસદ-વાસણા, ઇન્દ્રણજ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, ઉમરેઠ, નડિયાદ, બાલાસિનોર, કપડવંજ, માતર, ઠાસરા ખાતે હાલમાં હયાત ઔદ્યોગિક પ્લોટની બેઝીક વેલ્યુમાં વધારો કરાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદ ફેસ ટુ કમળાના ઔદ્યોગિક વિસ્તારમાં 5500 રૂપિયા પ્રતિ ચો.મી જ્યારે સૌથી ઓછા બાલાસિનોર જીઆઇડીસીમાં પ્રતિ ચોરસ મીટરે 460 રૂપિયા નાણાકીય વર્ષ 2026-27 માટે અમલી કરવામાં આવ્યા છે. પ્લોટની બેઝીક કિંમતમાં વઘારો થતા ડેવલોપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સિવાયના અવિકસિત વિસ્તારોમાં આવનાર સમયમાં ભાવો વધતા ડેવલોપમેન્ટને સીધી અસર પડશે. ભાવો વધતા પ્લોટ ટ્રાન્સફરની ફી માં પણ ધરખમ વધારો થશે. જેથી નિગમને ટ્રાન્સફર ફીની કરોડોની આવક થશે. પરંતુ નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વધુ આર્થિક બોજ સહન કરવાની નોબત આવી છે. આણંદ અને ખેડા જિલ્લામાં સૌથી વધુ વિકસિત નાના -મોટા 1 હજાર ઉદ્યોગો ધરાવતા વિઠ્ઠલઉદ્યોગનગરના પ્લોટના 4360 રૂપિયા પ્રતિચોરસ મીટરે નક્કી કરાયા છે. જો કે બીજીતરફ સ્થાનિક કક્ષાએ હાલના હયાત ઉદ્યોગોને વધુ ઉદ્યોગ વિકસિત કરવા માટે જીઆઇડીસીની જમીનની મર્યાદા નડતા કેટલાક ઉદ્યોગો એસ્ટેટની બહાર હાઇવે કનેક્ટિવિટી મળે ત્યાં નવા પ્રોજેક્ટો લઇ જઇ રહ્યા છે. લાંબા સમય બાદ જીઆઇડીસી નિગમે મુળ બેઝીક જમીનની કિંમતમાં વધારો કરતા પ્રોજેક્ટકોસ્ટમાં જેવાકે બાંધકામ. પ્લાન્ટ અને મશીનરી સહિતના ખર્ચાઓ વધતા ઔદ્યોગિક ક્ષેત્રે મુડી રોકાણ મહત્વનું બની રહેશે. એમએસએમઇ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ઓછા દરના વ્યાજનું ધીરાણ - લોન માટે કે સબસીડીની પ્રોત્સાહક યોજનાની પણ તાતી જરૂરિયાત વરતાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો