calendar_todayApril 29, 2026
Anand: સોજિત્રા તાલુકા પંચાયતમાં 16માંથી 13 બેઠકો ઉપર ભગવો
સોજિત્રા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. ચૂંટણીના જાહેર થયેલા પરિણામો મુજબ ભાજપે કુલ 16માંથી 13 બેઠકો પર પ્રચંડ જીત મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો આવી છે. આ પરિણામોની વિશેષતા એ રહી છે કે પીપળાવ બેઠક પર ભાજપના ઉમેદવાર હરિકૃષ્ણ નરેન્દ્રભાઈ પટેલ બિનહરીફ્ ચૂંટાયા છે. ભાજપે આ વિજય સાથે તાલુકા પંચાયતમાં પોતાની પકડ મજબૂત કરી છે, જ્યારે કોંગ્રેસને માત્ર ત્રણ બેઠકોથી સંતોષ માનવો પડયો છે. તમામ બેઠકોના જ્ઞાતિ અને અનામત સમીકરણો વચ્ચે ભાજપના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોમાં બાલીન્ટા (સામાન્ય સ્ત્ર્રી) બેઠક પર કોકિલાબેન રમેશભાઈ સોલંકી, ભડકદ (સામાન્ય) બેઠક પર રમેશભાઈ અમરતભાઈ રાઠોડ, ડભોઉ (સામાન્ય સ્ત્ર્રી) બેઠક પર શારદાબેન પ્રભાતસીંહ સોલંકી અને દેવાતજ (સામાન્ય સ્ત્ર્રી) બેઠક પર યામિનીબેન ચિંતનકુમાર પટેલે ભાજપ તરફ્થી જીત મેળવી છે. દેવાતળપદ-1 (ઓબીસી સ્ત્ર્રી) બેઠક પર સોનલબેન ભાસ્કરભાઈ ગોહેલ, દેવાતળપદ-2 (ઓબીસી સ્ત્ર્રી) બેઠક પર મીનાબેન મેલાભાઈ ગોહેલ, ગાડા (SC સ્ત્ર્રી) બેઠક પર કલ્પનાબેન સંજયભાઈ વણકર અને કાસોર-1 (ઓબીસી) બેઠક પર મુકેશભાઈ ભાનુભાઈ સોલકીએ ભાજપનો વિજય ધ્વજ લહેરાવ્યો છે. કાસોર-2 (ઓબીસી) બેઠક પર કોંગ્રેસના ગોવિંદભાઈ ભાથીભાઇ પરમારે જીત નોંધાવી છે, જ્યારે કાસોર-3 (સામાન્ય) બેઠક પર ભાજપના પશાભાઇ શંકરભાઈ પરમાર વિજેતા થયા છે. મઘરોલ (સામાન્ય) બેઠક પર મનુભાઈ સુરસંગભાઇ રાઠોડ (ભાજપ), મલાતજ (ST) બેઠક પર ચેનકીબેન મુકેશભાઈ પટેલ (ભાજપ) અને રૂણજ (સામાન્ય) બેઠક પર શક્તિસિંહઉમેદસિંહ મહિડાએ ભાજપ માટે બેઠક અંકે કરી છે. અંતમાં, ત્રંબોવાડ (સામાન્ય સ્ત્ર્રી) બેઠક પર તેજલબેન હર્ષદકુમાર ચૌહાણ અને વિરોલ-સો (સામાન્ય સ્ત્ર્રી) બેઠક પર ગીતાબેન પ્રવિણભાઈ પરમારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો