android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand: કૃષિ યુનિ.માં 17 દિવસ બાદ અંતે ઈન્ચાર્જ કુલપતિ નિમાયા

calendar_todayMarch 22, 2026

Anand: કૃષિ યુનિ.માં 17 દિવસ બાદ અંતે ઈન્ચાર્જ કુલપતિ નિમાયા

આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિની ખાલી પડેલી જગ્યા ઉપર આખરે સરકારે 17 દિવસ પછી ઇન્ચાર્જ કુલપતિપદે ડૉ.એન.આઇ.શાહની નિર્મણૂંક કરી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ડૉ.શાહને યુનિવર્સિટીનો વહીવટ સોંપવામાં આવ્યો છે. 3 માર્ચના રોજ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.બી.કથિરીયાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા રજિસ્ટ્રાર દ્વારા યુનિવર્સિટીના વર્તમાન ફરજ બજાવતા ડીનની યાદી કૃષિ વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. પરંતુ વિધાનસભાનું સત્ર ચાલુ હોય રાજ્ય સરકારે 17 દિવસ બાદ ડૉ.નિતિન શાહની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ વર્ષ 2006 માં નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. જ્યારે વર્ષ 2015 માં નવસારીથી આણંદ કૃષિ યુનિવર્સિટી ફરજ દરમિયાન 11 વર્ષનો અધ્યાપકનો અને 9 વર્ષ ઇન્ચાર્જ અધ્યાપકનો તેમજ છેલ્લા 6 વર્ષથી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે બાગાયત વિભાગની ડીન તરીકે કાર્યરત છે. તેઓ પૂર્ણકાલિન સમય માટે જ્યાં સુધી નવા કુલપતિની નિર્મણૂંક ન થાય ત્યાં સુધી ડૉ.શાહ ઇન્ચાર્જ કુલપતિ પદે ફરજયુક્ત રહેશે. જો કે અગાઉ કુલપતિની ટર્મ પૂર્ણ થાય તે જ દિવસે ઇન્ચાર્જ પદે શિક્ષણવેદની નિયુક્તિ કરવામાં આવતી હતી. પરંતુ 17 દિવસે આણંદને નવા કુલપતિ મળ્યા છે. દાંતીવાડા યુનિવર્સિટીમાં ફરજયુક્ત કુલપતિની ટર્મ પૂર્ણ થયા બાદ લાંબા સમય સુધી તે પદ ખાલી રહ્યુ હતું. હવે સર્ચ કમિટીની નિયુક્તિ બાદ સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળ માટે કુલપતિની પસંદગી કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam