android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand: કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૂ. 28 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ઇમેજિંગ સેન્ટરનું લોકાર્પણ

calendar_todayOctober 25, 2026

Anand: કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૂ. 28 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક ઇમેજિંગ સેન્ટરનું લોકાર્પણ

ભાઈકાકા યુનિવર્સિટી સાથે સંલગ્ન અને ચારુતર આરોગ્ય મંડળ દ્વારા પ્રાયોજિત કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૂ. 28 કરોડના જંગી ખર્ચે નિર્મિત અત્યાધુનિક ઈસણાવ નિવાસી મોતીભાઈ અને જીજીબેન પટેલ ઇમેજિંગ સેન્ટરનું લોકાર્પણ અમેરિકાના સેન હોસે ખાતે વસતા દાતા અરવિંદભાઈ પટેલના 20 લાખ અમેરિકન ડૉલરના ઉદાર આર્થિક સહયોગથી વર્ષાબેન અરવિંદભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેનાથી દર્દીઓ માટે કેન્સર, હૃદયરોગ, મગજ અને ચેતાતંત્રના રોગો, સ્તન સંબંધિત બીમારીઓ તથા હાડકાંની જટિલ સમસ્યાઓનું સમયસર અને ચોક્કસ નિદાન સુલભ બનશે. આશરે 1,650 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી આ ભવ્ય ઇમારતનું બાંધકામ માત્ર 10 મહિનાના રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રના રેડિયોડાયેગ્નોસિસ વિભાગના વડા ડૉ. વિરલ પટેલના જણાવ્યા અનુસાર દર્દીઓની ઝડપી તપાસ અને સચોટ નિદાન માટે 64-ચેનલ ટેકનોલોજી અને આર્ટિફ્શિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) આધારિત ઝડપી સ્કેનિંગ ધરાવતી સિમેન્સ મેગ્નેટોમ વિડા 3-ટેસ્લા એમ.આર.આઈ. સિસ્ટમ, દાંત તથા કાન, નાક અને ગળાના રોગો માટે ત્રિપરિમાણીય ઇમેજિંગ આપતી કેરસ્ટ્રીમ સી.એસ. 9600 કોન-બીમ સી.ટી. સિસ્ટમ, મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે થ્રી-ડી ડિજિટલ બ્રેસ્ટ ટોમોસિન્થેસિસ ટેકનોલોજીથી સજ્જ ફુજીફ્લ્મિ એમ્યુલેટ સોફિનિટી મેમોગ્રાફી સિસ્ટમ મોટરચાલિત પોઝિશનિંગ ધરાવતી ભારતની પ્રથમ ડી.આર.જેમ ડાયમંડ યુ-આર્મ ડિજિટલ એક્સ-રે સિસ્ટમ ઉપરાંત યકૃત અને ગર્ભાવસ્થાના થ્રી-ડી/ફેર-ડી અલ્ટ્રાસાઉન્ડ (સોનોગ્રાફી), હૃદય તપાસ માટે જી.ઈ.નું 128-લાઇસ સી.ટી. સ્કેનર, ગાંઠના ચોક્કસ સ્થાન માટે પી.એેટ-સી.ટી. તથા પી.એેટ-એમ.આર.આઈ. ઇમેજ ફ્યુઝન અને હાડકાંની ઘનતા માપી ઓસ્ટિયોપોરોસિસ ચકાસવા માટે ઓસ્ટિયોસિસ પ્રિમસ ડેક્સા સિસ્ટમ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે તબીબી શિક્ષણ, સંશોધન અને સારવારના આયોજનને વેગ આપશે.

આ સેન્ટર અંગે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જીતેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ લોકપયોગી સેવાના ઉઘ્દાટન પ્રસંગે ચારુતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી જાગૃત ભટ્ટ, સેક્રેટરી અમિત પટેલ, બોર્ડના સભ્યો અને ભાઈકાકા યુનિવર્સિટીનાં રજિસ્ટ્રાર ડૉ. જ્યોતિ તિવારી સહિતના અનેક મહાનુભાવોએ વિશેષરૂપે ઉપસ્થિત રહીને આ નવતર પહેલને બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો