android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand LCB ની મોટી સફળતા, 19 વર્ષથી પોલીસને થાપ આપતા ધાડના બે રીઢા ગુનેગારો ઝડપાયા

calendar_todayJanuary 20, 2026

Anand LCB ની મોટી સફળતા, 19 વર્ષથી પોલીસને થાપ આપતા ધાડના બે રીઢા ગુનેગારો ઝડપાયા

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 19 વર્ષથી નાસતા-ફરતા બે રીઢા ગુનેગારોને ઝડપી પાડીને વર્ષ 2007ના ધાડના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આણંદની ચિખોદરા ચોકડી પાસેથી બાતમીના આધારે LCBની ટીમે જાળ બિછાવીને જાંબુઆના રહેવાસી દિનેશ ઉર્ફે દિનુ શેતાન અને બદીયા કાળા નિનામાને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ વર્ષ 2007માં વઘાસી ખાતે આવેલા પ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરમાં થયેલી હિંસક ધાડની ઘટનામાં સામેલ હતા. ગુનો આચર્યા બાદ આ શખ્સો ધરપકડથી બચવા માટે છેલ્લા 19 વર્ષથી પોલીસને થાપ આપીને નાસતા-ફરતા હતા.

ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને આરોપીઓ મૂળ જાંબુઆના વતની છે અને લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ વિસ્તારોમાં આશરો લઈ રહ્યા હતા. LCB એ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તેમને ચિખોદરા ચોકડી પાસેથી દબોચી લીધા હતા. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ તેમને વધુ કાયદેસરની કાર્યવાહી માટે આણંદ રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યા છે. 19 વર્ષ જૂના ગંભીર ગુનાના આરોપીઓ પકડાતા પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો છે અને હવે આ ગુનામાં સામેલ અન્ય કોઈ કડીઓ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં બેવડી ઋતુનો માર, સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો થશે અનુભવ