calendar_todayJanuary 11, 2026
Anand: આણંદ NDDB ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હોમિયોપેથી ક્રાંતિનું શંખનાદ ફૂંક્યું
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ખાતેથી એક ઐતિહાસિક પહેલનો પ્રારંભ કરાવ્યો છે.
તેમણે ડૉ. હેનિમેન એપ્લાઇડ હોમિયોપેથી ઓનલાઈન અભ્યાસક્રમ અને ઓર્ગોનન ઓફ્ મેડિસિન ડિજિટલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને ખુલ્લો મૂકતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હોમિયોપેથી એ માત્ર ચિકિત્સા પદ્ધતિ નથી, પરંતુ માનવીના મન, આત્મા અને ચિત્તને યોગ્ય દિશા આપતી ભારતની પ્રાચીન ઋષિ પરંપરાનો અનિવાર્ય ભાગ છે. રાજ્યપાલે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોલિસ્ટિક હેલ્થકેરના વિઝનને સાકાર કરવા માટે તમામ ચિકિત્સા પદ્ધતિઓના નિષ્ણાતોએ સાથે મળીને કાર્ય કરવું પડશે. NDDB ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા હોમિયોપેથીના વ્યાપ માટે કરાયેલા સમજૂતી કરાર (MoU) ચિકિત્સા ક્ષેત્રે નવી દિશા કંડારશે. આ પ્રસંગે દેશભરમાંથી આવેલા 45 જેટલા શ્રોષ્ઠ તબીબોનું રાજ્યપાલના હસ્તે સન્માન કર્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો