android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand News: સોજીત્રાના કાસોર ગામે મકાનમાંથી રૂ.4 લાખથી વધુની મત્તાની ચોરી

calendar_todayJanuary 6, 2026

Anand News: સોજીત્રાના કાસોર ગામે મકાનમાંથી રૂ.4 લાખથી વધુની મત્તાની ચોરી

આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. તાલુકાના કાસોર ગામે તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી છે. કાસોર ગામમાં રાત્રિના અંધકારનો લાભ લઈ તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલા કિંમતી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી.

સોના, ચાંદીના દાગીના અને રોકડની ચોરી

કુલ 4 લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. સવારે જ્યારે ઘરમાલિકને જાણ થઈ ત્યારે ચોરીની આ ઘટના પ્રકાશમાં આવી હતી. ચોરીની જાણ થતા જ સોજીત્રા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મામલાની ગંભીરતાને જોતા પોલીસે ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ડોગ સ્કોર્ડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી છે. ડોગ સ્કોર્ડની મદદથી તસ્કરો કયા માર્ગે નાસી છૂટ્યા છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

ડોગ સ્કોર્ડની મદદથી પોલીસે તપાસ હાથ ધરી

ગ્રામ્ય વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે કાસોર સહિત આસપાસના ગામોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. સોજીત્રા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો