android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Anand News : પેટલાદના પાળજ ગામે રાત્રિ દરમિયાન ઉજવાય છે ઉતરાયણ, વાંચો Inside Story

calendar_todayJanuary 15, 2026

Anand News : પેટલાદના પાળજ ગામે રાત્રિ દરમિયાન ઉજવાય છે ઉતરાયણ, વાંચો Inside Story

રાત્રિ ઉતરાયણ મનાવવા માટે લોકો ધાબા ઉપર લાઈટના મોટા ફ્લડ મારે છે. અને મોટા સ્પીકર સાથે ગાયનો વગાડી રાત્રિ ઉતરાયણ મનાવે છે. રાત્રિ ઉતરાયણને લઈને પાળજ ગામમાં NRI લોકો તથા અન્ય મોટા શહેરોમાં વસતા લોકો સ્પેશિયલ રાત્રે ઉતરાયણ મનાવવા માટે આવે છે. અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

વર્ષોની પરંપરા મુજબ રાત્રિ ઉતરાયણ મનાવવામાં આવે છે

પેટલાદ તાલુકાના પાળજ ગામે વર્ષોની પરંપરા મુજબ રાત્રિ ઉતરાયણ મનાવવામાં આવે છે. રાત્રિ ઉતરાયણને લઈને ગામના તમામ વિસ્તારોમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ ધાબા ઉપર લાઈટના ફ્લડ માર્યા હતા અને સ્પીકરો લગાવ્યા હતા પાળજ ગામમાં રાત્રિ ઉતરાયણ મનાવવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત દેશોમાંથી આવેલા લોકો રાત્રિ ઉતરાયણ મનાવવા રોકાયા છે.

આ ઉપરાંત આણંદ,અમદાવાદ, વડોદરા સહિત મોટા શહેરોમાંથી લોકો આવ્યા હતા

ગામના એન.આર.આઇ પરિવારોમાં પણ રાત્રિ ઉતરાયણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પાળજ ગામના તમામ વિસ્તારના ધાબા ઉપર લાઇટોને કારણે આખું ગામ જળહળી ઉઠ્યું હતું. બાળકો યુવાનો મહિલાઓ અને મોટેરાઓમાં રાત્રિ ઉતરાયણને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે પણ "એ કાપ્યો છે "ની બૂમો પડી લોકોએ ઉતરાયણની મજા માણી હતી.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના મકરપુરામાં હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા, લોખંડ ભરેલી ગાડી સાથે માથું ભટકાવી કરી હતી હત્યા