android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankita Bhandari Case: સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપાશે, એસઆઇટીનું પણ કરાયુ ગઠન, જાણો શું કહ્યુ સીએમ ધામીએ?

calendar_todayJanuary 9, 2026

Ankita Bhandari Case: સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપાશે, એસઆઇટીનું પણ કરાયુ ગઠન, જાણો શું કહ્યુ સીએમ ધામીએ?


ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ કહ્યુ હતુ કે, તેઓ અંકિત ભંડારી હત્યા કેસમાં સીબીઆઇ તપાસ કરાવશે.

અંકિતાના માતા-પિતા અને સીએમ વચ્ચે બેઠક

અંકિતા ભંડારી મામલે સીએમ પુષ્કર ધામીએ સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. સીએમે વધુમાં જણાવ્યુ હતુ કે, અંકિતાના માતા-પિતા સાથે બેઠક કર્યા બાદ તેઓ સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપશે. આ મામલે એસઆઇટીનું ગઠન પણ કરવામાં આવ્યુ છે.

કોઇપણ દોષિતને છોડાશે નહીં: સીએમ ધામી

સીએમ પુષ્કર ધામીએ કહ્યુ હતુ કે, અંકિતા ભંડારીના પિતાનું સન્માન કરતા તેઓએ સીબીઆઇ તપાસ માટે ભલામણ કરી છે. અંકિતને ન્યાય મળે તે માટે તેમની સરકાર સંપૂર્ણરીતે સમર્પિત છે. કોઇપણ આરોપીને છોડવામાં આવશે નહીં. તેમને કડકમાં કડક સજા મળશે. સીએમે કહ્યુ હતુ કે, સરકારનું ઉદ્દેશ્ય આ મામલે શરુથી લઇને અંત સુધી નિષ્પક્ષ, પારદર્શી અને સંવેદનશીલ તપાસ કરાવવાનું છે.

એસઆઇટીનું કરાયુ ગઠન

સીએમ ધામીએ કહ્યુ હતુ કે, અંકિતા ભંડારી કેસમાં એક મહિલા આઇપીએસ અધિકારીના નેતૃત્ત્વમાં વિશેષ તપાસ દળ એટલે કે એસઆઇટીનું ગઠન કરવામાં આવ્યુ છે. સીએમે કહ્યુ હતુ કે, કેસમાં તથ્ય અને સાક્ષીઓની અવગણના નહી કરવામાં આવે. સીએમે કહ્યુ હતુ કે, સરકાર ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છે. અને અંકિતા ભંડારીમાં તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવશે તેમ ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ  Donald Trumpના 500% ટેરિફવાળા બિલ પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યુ?