calendar_todayApril 10, 2026
Ankleshwar: વિજય માલીએ 29 દિવસમાં 500 કિ.મી. દોડ પૂર્ણ કરી
અંકલેશ્વર : અંકલેશ્વર રેવા રનર્સ ક્લબના સભ્ય વિજય માલી છેલ્લા 29 દિવસથી એક અનોખી અને પ્રેરણાદાયક દોડ ચેલેન્જ પૂર્ણ કરી રહ્યા છે. તેમણે પ્રથમ દિવસે 1 કિ.મી. દોડથી શરૂઆત કરી અને રોજ 1 કિ.મી.નો વધારો કરતાં આજે સફ્ળતાપૂર્વક 29 કિ.મી. દોડ પૂર્ણ કરી છે. તેઓ કોઈ વિરામ લીધા વગર સતત દોડતા રહ્યા છે, અને 31 દિવસ દરમિયાન અંદાજે 500 કિ.મી. દોડ પૂર્ણ કરી હતી. અંતિમ દિવસની દોડ અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી વહેલી સવારે શરૂ કરાઈ હતી અને રેવા મેરાથોન રૂટ પરથી પસાર થઈ ફરી ગોલ્ડન બ્રિજ પાસે પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટના નરેશ પુજારા, મહંમદ જારડીવાલા સહિતના આગેવાનો દ્વારા તેમનું સન્માન કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો