calendar_todaySeptember 10, 2026
Ankleshwar: GIDCમાં પ્રદૂષિત પાણીના ગેરકાયદે નિકાલ સામે તપાસ તેજ
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણી વહેતું હોવાની અગાઉથી મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) તથા NCT/નોટિફાઇડ વિભાગ દ્વારા મોનિટરિંગઅને તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.
આ તપાસ દરમિયાન ગત રાત્રે મોહન પોલીફેબ કંપની પાસેથી પસાર થતી વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી વહેતું હોવાનું જણાતા, આજે સંબંધિત સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. કંપનીના ગેટ નજીક બનાવવામાં આવેલા RCC સ્લેબને તોડી ગટરની અંદરની સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. સ્થળપર GPCB,NCT તથા નોટિફાઇડ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પાણીના નમૂના લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, મળેલા પુરાવા તથા શંકાના આધારે અન્ય કેટલાક ઔદ્યોગિક એકમોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં પાણીના પ્રદૂષણ અંગેની ફરિયાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સુધી પણ પહોંચી હતી. ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી હતી. આજે યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન અધિકારીઓ દ્વારા સ્થળ પર મળેલી સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સંબંધિત સ્થળની મુલાકાત લેવામાં આવતા વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી જોવા મળ્યું હતું અને ગટરની રચનાની અંદર સુધી તપાસ કરવામાં આવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો