android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankleshwar: યુપીએલ યુનિવર્સિટી દ્વારા દોડવાડા ગામે NSS કૅમ્પ યોજાયો

calendar_todaySeptember 16, 2026

Ankleshwar: યુપીએલ યુનિવર્સિટી દ્વારા દોડવાડા ગામે NSS કૅમ્પ યોજાયો

અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી ઓફ્ સસ્ટેનેબલ ટેક્નોલોજી ના NSS યુનિટ દ્વારા વાલીયા તાલુકાના દોડવાડા ગામ ખાતે 5 થી 11 સપ્ટેમ્બર 2026 દરમિયાન 7-દિવસીય NSS વિશેષ શિબિરનું સ્આયોજન કરવામાં આવ્યું હતું. સાત દિવસીય શિબિર દરમિયાન,NSSના સ્વયંસેવકોએ વિવિધ સામુદાયિક સેવાના કાર્યો, ગ્રામ વિકાસની પ્રવૃત્તિઓ, જાગૃતિ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાનો, આંખની તપાસ શિબિર અને સામાજિક સંપર્ક અભિયાનોમાં સક્રિયપણે ભાગ લીધો. આ સાત દિવસીય શિબિરનો સમાપન સમારોહ 11 સપ્ટેમ્બર 2026ના રોજ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયો હતો, જેમાં સ્વયંસેવકો, અધ્યાપકો અને મહેમાનો હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો