android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankleshwar : અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે શરદપૂનમના ગરબા યોજાયા

calendar_todayOctober 25, 2026

Ankleshwar : અંકલેશ્વરની SVEM સ્કૂલ ખાતે શરદપૂનમના ગરબા યોજાયા

અંકલેશ્વરના સ્ટેશન રોડ સ્થિત એસ.વી.ઈ.એમ. સ્કૂલ બાલમંદિર ખાતે ગઈકાલે તા.24 ને શનિવારે શરદ પૂનમના પાવન અવસરે ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં શાળાના ભૂલકાંઓ માટે ગરબા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બાળકોએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ ગરબામાં ભાગ લીધો હતો. સાથે વાલીઓ માટે પણ ગરબા સ્પર્ધા યોજાઈ હતી. બાળકો અને વાલીઓએ સાથે મળીને કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર અડયૂકશનલ ટ્રસ્ટના સેક્રેટરી ડૉ.મહેન્દ્રભાઈ પંચાલ, શાળાના પ્રિન્સિપાલ મીનાક્ષીબેન, ગુજરાતી મિડીયમના મિલેન્દ્રસિંહ કેશોરોલાએ હાજરી આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો