android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ankleswar: અંકલેશ્વરમાં ફેર્ચ્યુનર કારમાં આગચંપીની ઘટનાથી ચકચાર

calendar_todayJuly 17, 2026

Ankleswar: અંકલેશ્વરમાં ફેર્ચ્યુનર કારમાં આગચંપીની ઘટનાથી ચકચાર

અંકલેશ્વર શહેરના આશિયાના હોટલ પાછળ પાર્ક કરેલ મોંઘીદાટ ફેર્ચ્યુનર કારમાં અજાણ્યા ઈસમો આગચંપી કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે શહેર પોલીસ મથકમાં ફ્રિયાદ પણ નોંધાવવામાં આવી છે.

ઉંમર રેસીડેન્સીમાં રહેતા રિયાઝ શેખએ પોતાની ફેર્ચ્યુનર કાર ઘર પાસે પાર્ક કરી હતી.તે દરમિયાન મધરાતે અજાણ્યા ઈસમોએ તેઓની કાર સળગાવી મૂકી હોવાના આક્ષેપ કર્યા હતા. ફ્રિયાદી રિઆઝ શેખનું કહેવું છેં કે તેઓએ ઇસ્લામ ધર્મ વિરુદ્ધ બોલતા લોકો સામે અવાજ ઉઠાવ્યો હતો જેની રીસ રાખી તેમની કાર સળગાવી દેવામાં આવી છે.સાથે જ તેમની હત્યા પણ થઈ શકે તેવી તેઓએ આશંકા વ્યક્ત કરી છે.આ મામલે તેઓએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવી છે.પોલીસે આમામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો