android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Aravalli: હજીરા વિસ્તારમાં ગેરેજ બહાર પાર્ક કરેલી 3 ઇકો વાન સહિત 5 વાહનો આગમાં ભસ્મીભૂત

calendar_todayMarch 31, 2026

Aravalli: હજીરા વિસ્તારમાં ગેરેજ બહાર પાર્ક કરેલી 3 ઇકો વાન સહિત 5 વાહનો આગમાં ભસ્મીભૂત

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના હજીરા વિસ્તારમાં આજે આગની એક મોટી ઘટના બની છે. હજીરા વિસ્તારમાં આવેલા એક ગેરેજની બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ આગમાં કુલ 5 વાહનો લપેટાયા હોવાનું સામે આવ્યું છે.

3 ઇકો વાન સહિત 5 વાહનો ખાખ

મળતી માહિતી મુજબ, ગેરેજ આગળ લાઈનબંધ પાર્ક કરેલી ત્રણ ઇકો વાન સહિત કુલ 5 વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં વાહનો બળીને લોખંડના હાડપિંજર બની ગયા હતા. આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ પોતપોતાના વાહનો બચાવવા દોડધામ કરી મૂકી હતી.

ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરી

ઘટનાની જાણ થતા જ મોડાસા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે જ મોડાસા ટાઉન પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Sanand: કેલિફોર્નિયાની કંપની માટે સાણંદમાં બનશે પાવર મોડ્યુલ, ભારતની સેમિકન્ડક્ટર ક્રાંતિ હવે વિશ્વના બજાર પર રાજ કરશે