android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Arvalli News: અલવા શાળા નજીક આઇશરે બાઈકને અડફેટે લેતા અકસ્માત, બે મહિલાઓના મોત

calendar_todayMay 14, 2026

Arvalli News: અલવા શાળા નજીક આઇશરે બાઈકને અડફેટે લેતા અકસ્માત, બે મહિલાઓના મોત

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના અલવા પ્રાથમિક શાળા નજીક આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. બાયડ તરફથી આવી રહેલા એક બેફામ આઇશર ટ્રકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર બે મહિલાઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બિલવણીયા ગામની બે મહિલાઓના મોત

ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક મહિલાઓ બિલવણીયા ગામના રહેવાસી હતા. અકસ્માતમાં પરમાર ભાવનાબેન રમેશભાઈ અને સીતાબેન રમેશભાઈ નામના આશરે 40 વર્ષીય મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. એક જ ગામની બે મહિલાઓના એકસાથે મોત થતા બિલવણીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઈજાગ્રસ્તને વાત્રક હોસ્પિટલ ખસેડાયા

આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાના પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ કાર્યવાહી અને પોસ્ટ મોર્ટમ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. બંને મહિલાઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ (PM) માટે બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે આઇશર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો - Arvalli News: ભિલોડામાં પ્રેમ સંબંધનો ઠપકો આપવો ભારે પડ્યો, પ્રેમીએ મિત્રો સાથે મળી યુવતીના ભાઈની કરી હત્યા