android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Assam:  પતિએ ક્રૂરતાની દરેક હદ વટાવી, 25 વર્ષીય પત્નીનું માથું કાપીને ફ્રીજમાં છુપાવ્યું અને થઇ ગયો ફરાર

calendar_todaySeptember 7, 2026

Assam: પતિએ ક્રૂરતાની દરેક હદ વટાવી, 25 વર્ષીય પત્નીનું માથું કાપીને ફ્રીજમાં છુપાવ્યું અને થઇ ગયો ફરાર

આસામના ગુવાહાટીમાંથી એક અત્યંત ખૌફનાક અને હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. ગુવાહાટીના હાથીગાંવ વિસ્તારના બશિષ્ઠપુર બાયલેન ખાતે આવેલા એક ઘરમાંથી 25 વર્ષીય રિયા તાલુકદાર નામની યુવતીનો ક્ષતિગ્રસ્ત અને નિર્દયતાપૂર્વક હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. આ ભયાનક ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને સનસનાટી મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ક્રૂર હત્યા પાછળ મૃતકનો પતિ જ જવાબદાર હોઈ શકે છે.

બુટિકમાં કામ કરતી હતી મહિલા

મળતી માહિતી મુજબ, મૂળ નૂનમતીની રહેવાસી રિયા ફેન્સી બજારના એસી માર્કેટ વિસ્તારમાં આવેલા એક બુટિકમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેના પરિવારમાં માતા-પિતા હયાત નહોતા અને માત્ર એક ભાઈ છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સોમવારે રિયા અને તેના પતિ રામાનુજન ગોસ્વામી વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડા બાદ રામાનુજન રાત્રે આશરે ૮ વાગ્યાની આસપાસ ઘર છોડીને નાસી છૂટ્યો હતો.

પતિએ રિયાનું માથું કાપીને ફ્રીજમાં મૂક્યું

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મંગળવારે પડોશીઓને આ દંપતીના ઘરમાંથી કોઈ અસામાન્ય અને તીવ્ર દુર્ગંધ આવવા લાગી. શંકા જતા પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઘરમાં દાખલ થઈ ત્યારે દ્રશ્યો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, રિયાની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આરોપી પતિએ હત્યા કર્યા બાદ રિયાનું માથું તેના ધડથી અલગ કરી નાખ્યું હતું અને તેને કાળા રંગની પોલીથિન બેગમાં પેક કરીને રેફ્રિજરેટરમાં છુપાવી દીધું હતું. એટલું જ નહીં, મહિલાની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

હત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ 

પોલીસનો પ્રાથમિક અંદાજ છે કે આ હત્યા લાશ મળી આવ્યાના આશરે 24 થી 48 કલાક પહેલા થઈ હશે. હાલમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ અંકબંધ છે અને પોલીસ તમામ પાસાઓ પર ગંભીરતાથી તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (GMCH) ખાતે ખસેડવામાં આવ્યો છે. ફરાર થઈ ગયેલા શંકાસ્પદ પતિ રામાનુજન ગોસ્વામીને શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ હત્યાના રહસ્ય પરથી વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ Lenovo Rollable laptop: હવે ફોલ્ડ નહીં પણ રોલ થશે સ્ક્રીન, Lenovo નો નવું રોલેબલ લેપટોપ કરાશે લોન્ચ, જાણો શું છે ફીચર્સ