android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Assam CM Oath Ceremony : આસામમાં NDA 3.0ની સરકાર, બીજી વખત મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા

calendar_todayMay 12, 2026

Assam CM Oath Ceremony : આસામમાં NDA 3.0ની સરકાર, બીજી વખત મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા

આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના NDAના શાનદાર વિજય બાદ, હિમંત બિસ્વા શર્મા આજે સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે, શર્મા સતત બે વખત મુખ્યમંત્રી પદ સંભાળનારા આસામના પ્રથમ બિન-કોંગ્રેસી નેતા બન્યા છે. શપથવિધિ દરમિયાન હિમંતાની સાથે અન્ય ચાર ધારાસભ્યો પણ મંત્રી તરીકે શપથ લીધા.

હિમંતા બિસ્વ સરમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ 

રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્ય હિમંત બિસ્વા શર્મા અને અન્ય ચાર ધારાસભ્યોને ખાનપરાના વેટરનરી ફિલ્ડ ખાતે સવારે 11:40 વાગ્યે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.


કેબિનેટમાં અનુભવી ચહેરાઓનું પુનરાગમન

આજે શપથ લેનારા ચાર મંત્રીઓમાંથી ત્રણ - અજંતા નિઓગ, અતુલ બોરા અને ચરણ બોરો કે જેઓ અગાઉની સરકારમાં મંત્રીમંડળનો ભાગ હતા. અજંતા નિઓગ અગાઉ નાણાં મંત્રાલય સંભાળી ચૂક્યા છે, જ્યારે અતુલ બોરા કૃષિ મંત્રી અને ચરણ બોરો પરિવહન મંત્રી હતા. દરમિયાન, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી રાજ્યના રાજકારણમાં પાછા ફર્યા છે.


ખાનપરામાં ભવ્ય સમારોહ

શપથવિધિ માટે ગુવાહાટીના ખાનપરામાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ભાજપ પંચાયત પ્રમુખો અને સભ્યો સહિત એક લાખથી વધુ લોકો હાજર રહ્યા છે. સુરક્ષાના દૃષ્ટિકોણથી, ગુવાહાટીમાં કડક દેખરેખ રાખવામાં આવી છે, કેન્દ્રીય અને રાજ્ય પોલીસ દળો દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે.

આસામમાં એનડીએનો શાનદાર વિજય

2026 ની આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએએ વિપક્ષને પછાડીને 102 બેઠકો મેળવી હતી. આમાંથી ભાજપે એકલી 82 બેઠકો જીતી હતી. જે બહુમતીથી ઘણી વધારે છે. તેના ગઠબંધન ભાગીદારો, એજીપી અને બીપીએફએ પણ 10-10 બેઠકો પર વિજય નોંધાવ્યો હતો. આ રાજ્યમાં એનડીએની સતત ત્રીજી સરકાર છે. જે 2016માં સર્બાનંદ સોનોવાલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી શ્રેણી છે. મુખ્ય પ્રધાન તરીકે હિમંત બિસ્વા શર્માનું પુનરાગમન રાજ્યમાં ભાજપના વધતા પ્રભુત્વને દર્શાવે છે અને તેમના મજબૂત નેતૃત્વનું જાહેર સમર્થન છે.


આ પણ વાંચો- Petrol Diesel Price Today: 65 દેશોમાં પેટ્રોલના ભાવ રૂ.150થી વધારે, જાણો ભારતમાં શું છે લેટેસ્ટ રેટ?