android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Assam CM Oath:હિમંતા બિસવા સરમાની આજે તાજપોશી, બીજી વખત લેશે CMના શપથ

calendar_todayMay 12, 2026

Assam CM Oath:હિમંતા બિસવા સરમાની આજે તાજપોશી, બીજી વખત લેશે CMના શપથ

હિમંત બિસ્વા સરમા સતત બીજી વખત આસામના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. સરમા આજે એટલે કે 12 મેના રોજ પોતાના નવા મંત્રિમંડળ સાથે મુખ્યમંત્રી પદની શપથ લેશે.

NDAનો કુલ આંકડો 102 બેઠકો સુધી પહોંચી ગયો 

126 સભ્યોની આસામ વિધાનસભામાં ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA)એ સતત ત્રીજી વખત બે તૃતિયાંશ બહુમત સાથે સત્તામાં વાપસી કરી છે. ભાજપ 82 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે તેની સાથી પાર્ટીઓ આસામ ગણ પરિષદ (AGP) અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF)એ 10-10 બેઠકો જીતી છે. આ રીતે NDAનો કુલ આંકડો 102 બેઠકો સુધી પહોંચી ગયો છે.

શપથગ્રહણ સમારોહમાં ભાજપના ટોચના નેતાઓ હાજર રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આસામના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. ઉપરાંત NDA શાસિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ, અનેક દેશોના રાજદૂત, ઉદ્યોગપતિઓ અને ધાર્મિક આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

સરમા સાથે ચાર મંત્રી અને વિધાનસભા અધ્યક્ષ પણ લેશે શપથ

હિમંત બિસ્વા સરમાએ સોમવારે જાહેરાત કરી હતી કે તેમની સાથે ચાર કેબિનેટ મંત્રીઓ અને આસામ વિધાનસભાના અધ્યક્ષ પણ મંગળવારે શપથ લેશે.

તેમણે માહિતી આપતા કહ્યું, “મને ખુશી છે કે મારા ચાર સાથીદારો પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની ગૌરવમય હાજરીમાં મારી સાથે મંત્રી પદની શપથ લેશે.” જેઓને મંત્રી પદની શપથ અપાવવામાં આવશે તેમાં રમેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજયંતા નિયોગના નામ સામેલ છે.

આ પણ વાંચો: Rain Alert: દિલ્હી-હરિયાણા સહિત આ રાજ્યોમાં આંધી-તોફાન, રાજસ્થાનમાં ભયંકર લૂનું એલર્ટ