calendar_todayMarch 3, 2026
Assam Elections 2026: કોંગ્રેસે 42 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગૌરવ ગોગોઈ જોરહાટથી ચૂંટણી લડશે
કોંગ્રેસે અસામ ચૂંટણી માટે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર
કોંગ્રેસે આસામ ચૂંટણી માટે 42 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા અને જોરહાટના સાંસદ ગૌરવ ગોગોઈ જોરહાટ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અભિજીત પોલને સિલચર, ઇન્દ્રનીલ પેગુને માજુલી અને મીરા બોરઠાકુર ગોસ્વામીને દિસપુરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાવાની શક્યતા
126 સભ્યોની અસમ વિધાનસભા માટે માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે. ભાજપ પાસે હાલમાં વિધાનસભામાં 64 સભ્યો છે, જ્યારે તેના સાથી પક્ષો, આસોમ ગણ પરિષદ, યુનાઇટેડ પીપલ્સ પાર્ટી અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ પાસે નવ, સાત અને ત્રણ સભ્યો છે. વિપક્ષમાં કોંગ્રેસના 26, AIUDFના 15 અને CPI(M)નો એક ધારાસભ્ય છે. એક અપક્ષ ધારાસભ્ય પણ છે.
આ પણ વાંચોઃ ખોમેની, ખામેનેઇથી લઈને અરાફી સુધી દરેક નામ સાથે કેમ જોડાય છે આ શબ્દ?