calendar_todayApril 3, 2026
Assembly election: આસામ સંગ્રામ, લોકશાહીના મેદાનમાં 'બાહુબલી' અને 'ધનકુબેર' ઉમેદવારોનો દબદબો
આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ADR રિપોર્ટના આંકડાઓએ મતદારોને ચોંકાવી દીધા છે. રિપોર્ટ અનુસાર, આસામની રાજનીતિમાં ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અઢળક સંપત્તિ ધરાવતા ઉમેદવારોનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. 722 ઉમેદવારોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે 2021 ની સરખામણીએ કરોડપતિ ઉમેદવારોની સંખ્યામાં 11 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. ચૂંટણીમાં પૈસાના જોરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફરીથી ચૂંટણી લડી રહેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 4.17 કરોડથી વધીને 7.52 કરોડ થઈ ગઈ છે.
ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ
ભાજપના 88 ટકા ઉમેદવારો કરોડપતિ છે, જ્યારે કોંગ્રેસના 61 ટકા ઉમેદવારો પાસે કરોડોની મિલકત છે. રાહુલ રોય 261 સાથે સૌથી ધનિક ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. રાજકીય પક્ષો 'સ્વચ્છ પ્રતિભા'ના દાવા કરે છે, પરંતુ આંકડા કંઈક અલગ જ કહે છે. 102 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે, જેમાંથી 82 ઉમેદવારો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ સામેના અત્યાચાર જેવા ગંભીર આરોપો છે. ખાસ કરીને AIUDF ના 37 ટકા અને કોંગ્રેસના 28 ટકા ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એડીઆરના રિપોર્ટમાં કુલ 722 ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આમાંથી 211 રાષ્ટ્રીય પક્ષો, 116 રાજ્ય પક્ષો, 137 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત પક્ષો અને 258 અપક્ષ ઉમેદવારો છે.
ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા
માહિતી અનુસાર, 102 ઉમેદવારોએ એટલે કે 14 ટકા ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, જ્યારે 82 ઉમેદવારો પર ગંભીર ફોજદારી કેસ છે. 2021ની ચૂંટણીમાં 15 ટકા ઉમેદવારો 52 ફોજદારી કેસ હતા, જે 2026 માં ઘટીને 14 ટકા થયા છે. જોકે, આ ઘટાડો નોંધપાત્ર નથી. કોંગ્રેસના 28 ટકા ઉમેદવારો, ભાજપના 9 ટકા ઉમેદવારો અને એઆઈયુડીએફના 37 ટકા ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે લગભગ બધી જ પાર્ટીઓ આવા ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે.
બે ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ
રિપોર્ટ દર્શાવે છે કે 11 ટકા ઉમેદવારો પર હત્યા, હત્યાનો પ્રયાસ અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સહિતના ગંભીર આરોપો છે. આઠ ઉમેદવારો પર હત્યાના આરોપો અને નવ ઉમેદવારો પર હત્યાના પ્રયાસના આરોપો છે. બે ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ છે. આ પરિસ્થિતિ ચૂંટણીની પ્રામાણિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સ્પષ્ટપણે રિપોર્ટમાં જણાવાયું છે કે ફરીથી ચૂંટણી લડી રહેલા ધારાસભ્યોની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં 80 ટકાનો વધારો થયો છે. 2021માં તેમની સરેરાશ સંપત્તિ 4.17 કરોડ હતી, જે 2026માં વધીને 7.52 કરોડ થઈ ગઈ. સંપત્તિમાં આ ઝડપી વધારો પણ પ્રશ્નો ઉભા કરે છે. લગભગ 53 ટકા ઉમેદવારો સ્નાતક કે તેથી વધુ છે, જ્યારે 45 ટકા ઉમેદવારો 5માથી 12મા ધોરણ વચ્ચે શિક્ષણ ધરાવે છે. ઉંમરની દ્રષ્ટિએ, 60 ટકા ઉમેદવારો 41 થી 60 વર્ષની વચ્ચે છે. મહિલાઓનો હિસ્સો ફક્ત 8 ટકા છે, જે ઘણો ઓછો માનવામાં આવે છે.