calendar_todayMay 4, 2026
Assembly Election Results 2026: BJPના આ 5 વચનોએ મમતા બેનર્જીના 15 વર્ષના ગઢમાં પાડ્યું ગાબડું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના વલણોએ દેશના રાજકીય નકશા પર એક નવો ઇતિહાસ લખી દીધો છે. છેલ્લા 15 વર્ષથી રાજ્યમાં સત્તા ભોગવી રહેલા મમતા બેનર્જીના નેતૃત્વવાળી ટીએમસી આ વખતે ભાજપના આક્રમક પ્રચાર અને વ્યૂહરચના સામે લાચાર દેખાઈ રહી છે. ભાજપ આઝાદી પછી પહેલીવાર બંગાળમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. આ ઐતિહાસિક સફળતા પાછળ ભાજપના પાંચ મુખ્ય વચનો છે, જેનો ટીએમસી પાસે કોઈ સચોટ જવાબ નહોતો.
1. સુરક્ષા અને ઘૂસણખોરી પર સર્જિકલ સ્ટ્રાઈક
ભાજપે તેના પ્રચારમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને ઓળખીને બહાર કાઢવાનું વચન આપ્યું હતું. સરહદી વિસ્તારોમાં સ્થાનિકોના અધિકારો અને રાષ્ટ્રીય સુરક્ષાના આ મુદ્દાએ મતદારોના મનમાં ઊંડી અસર કરી, જે ટીએમસીની વોટબેંકના ગણિતને બગાડવામાં સફળ રહી.
2. રોકડ સહાય અને જન કલ્યાણ
આર્થિક મોરચે ભાજપે 'માસ્ટર સ્ટ્રોક' માર્યો. ભાજપે વચન આપ્યું કે સત્તામાં આવતાની સાથે જ દરેક મહિલા અને બેરોજગાર યુવાનના ખાતામાં દર મહિને ₹3000 જમા કરવામાં આવશે. આ સીધી આર્થિક સહાયના વચને ગરીબ અને મધ્યમ વર્ગના મતદારોને આકર્ષ્યા, જેમની સામે ટીએમસીની વર્તમાન યોજનાઓ ઝાંખી પડી ગઈ.
3. કાયદો-વ્યવસ્થા અને 'યુપી મોડેલ'
આરજી કાર હોસ્પિટલ જેવી ઘટનાઓએ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા હતા. ભાજપે આ રોષને વાચા આપી અને રાજ્યમાં યોગી આદિત્યનાથના 'યુપી મોડેલ' જેવી કડક કાયદો-વ્યવસ્થા લાગુ કરવાનું વચન આપ્યું. અમિત શાહના "ગુંડાઓને ઉંધા સીધા કરવા"ના નિવેદને ભયમુક્ત બંગાળની આશા જગાડી.
4. ભ્રષ્ટાચાર અને 'સિન્ડિકેટ રાજ'નો અંત
ભાજપે ટીએમસી પર ભ્રષ્ટાચાર અને 'સિન્ડિકેટ રાજ'ના ગંભીર આરોપો લગાવ્યા. સરકારી યોજનાઓમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહીના વચને વહીવટી સુધારાની ઈચ્છા રાખતા મધ્યમ વર્ગના મતો ભાજપ તરફ વાળ્યા.
5. ઔદ્યોગિક પુનરુત્થાન
રોજગારના મુદ્દે ભાજપે બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરવા અને નવું રોકાણ લાવવાનું વચન આપ્યું. બંગાળ છોડીને બહાર જતા યુવાનો માટે આ વચન આશાનું કિરણ સાબિત થયું.
આ પણ વાંચોઃ BJP જીત તરફ આગળ વધતા જોઇ મમતા દીદીનું મોઢું લટક્યું! હસી હસીને પેટ દુખી જશે, જુઓ Video