android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ATS DIG સુનિલ જોશીનો ખુલાસો, નવસારીમાં સિલાઈ કામ કરતો ફૈઝાન કેવી રીતે બન્યો કટ્ટરપંથી? ATS એ પિસ્તોલ સાથે દબોચ્યો

calendar_todayJanuary 27, 2026

ATS DIG સુનિલ જોશીનો ખુલાસો, નવસારીમાં સિલાઈ કામ કરતો ફૈઝાન કેવી રીતે બન્યો કટ્ટરપંથી? ATS એ પિસ્તોલ સાથે દબોચ્યો

ગુજરાત આતંકવાદ વિરોધી દળ (ATS) એ નવસારી પોલીસ સાથે મળીને એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ટાર્ગેટેડ કિલિંગના ઈરાદે ઘાતક હથિયારો એકત્ર કરનાર મૂળ ઉત્તર પ્રદેશના 22 વર્ષીય યુવક ફૈઝાન શકીલ સલમાનીની નવસારીના ઝારાવાડ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સ

ATS ના નાયબ પોલીસ અધીક્ષક હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે, નવસારીમાં દરજી કામ કરતો ફૈઝાન નામનો ઈસમ સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી વિચારધારા ફેલાવી રહ્યો છે. ટેકનિકલ એનાલિસિસ દરમિયાન તેનું ઇન્સ્ટાગ્રામ આઈડી 'al.faizangaza' મળી આવ્યું હતું, જેના પરથી તે પ્રતિબંધિત સંગઠનોના સંપર્કમાં હોવાનું અને કાશ્મીરને ભારતથી અલગ કરવાના જેહાદી કાવતરામાં સામેલ હોવાનું જણાયું હતું.

ઝડપાયેલા ઈસમ પાસેથી મળી આવેલી શંકાસ્પદ સામગ્રી

  • 01 પિસ્તોલ અને 06 જીવતા કારતૂસ.
  • ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર 'જૈશ-એ-મોહમ્મદ' અને 'અલ-કાયદા'ને સમર્થન આપતા ઉશ્કેરણીજનક વીડિયો.
  • ભારતનો એવો નકશો જેમાં કાશ્મીર સિવાયનો ભાગ કાળો બતાવી કાશ્મીરમાં 'આઝાદ કાશ્મીર'નો ઝંડો દર્શાવ્યો હતો.
  • દિલ્હીના કેટલાક નામાંકિત વ્યક્તિઓની યાદી અને તેમને "કૂતરાની મોતે મારવાની" ધમકી આપતું લખાણ.
  • 'શા માટે અલ-કાયદા?' (Why Al-Qaeda?) શીર્ષક હેઠળના 29 પાનાના ઉર્દૂ અને અરબી દસ્તાવેજો મળી આવ્યા.

ટાર્ગેટેડ કિલિંગનું ભયાનક કાવતરું

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે છેલ્લા 6-7 મહિનાથી 'મોહમ્મદ અબુ બકર' નામના શખ્સના સંપર્કમાં હતો. જે વ્યક્તિઓએ પયગંબર સાહેબ વિષે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોય, તેમની ઓળખ કરી 'ટાર્ગેટેડ કિલિંગ' (લક્ષિત હત્યા) કરવા માટે તેણે હથિયારો વતન ઉત્તર પ્રદેશથી મેળવ્યા હતા. તે મૌલાના મસૂદ અઝહરના ઉશ્કેરણીજનક બયાનથી પ્રભાવિત હતો અને યુવાનોને જેહાદ માટે ઉશ્કેરવાનું કામ કરતો હતો.

કાયદેસરની કાર્યવાહી

આરોપી ફૈઝાન અને વોન્ટેડ અબુ બકર વિરુદ્ધ ભારત સરકાર સામે સશસ્ત્ર બળવો કરવા, આતંક ફેલાવવા અને દેશની અખંડિતતાને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ), ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :