android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
AUDAનું વર્ષ 2026-27 નું 3119.83 કરોડનું બજેટ મંજૂર, વિકાસના કામો માટે 3101 કરોડની જોગવાઈ

calendar_todayMarch 6, 2026

AUDAનું વર્ષ 2026-27 નું 3119.83 કરોડનું બજેટ મંજૂર, વિકાસના કામો માટે 3101 કરોડની જોગવાઈ

AUDAનું વર્ષ 2026-27 માટે 3119.83 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. વિકાસના કામો માટે અંદાજે 3101 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 ઇમ્પેક્ટ ફીની આવક 287 કરોડ રુપિયા થવાનો અંદાજ 

બજેટ મુજબ 287 કરોડ રુપિયા ઇમ્પેક્ટ ફીની આવક થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે. ઉપરાંત 50 પ્લોટ વેચાણથી 1300 કરોડ, દુકાન વેચાણથી 15 કરોડનો અંદાજ વ્યક્ત કરાયો છે.

476.80 કરોડ શહેર વિકાસ યોજનામાં મળશે

ગયા વર્ષે 800 કરોડ રુપિયા પ્લોટ વેચીને આવક કરવાનો અંદાજ હતો જેમાં 450 કરોડ જ આવક મેળવી શકાઈ છે. ઉપરાંત 476.80 કરોડ શહેર વિકાસ યોજનામાં મળશે.

SP રિંગ રોડને સિક્સ લેન કરવા 300 કરોડની લોન લેવાશે

બજેટ મુજબ SP રિંગ રોડને સિક્સ લેન કરવા 300 કરોડની લોન લેવાશે તથા ઔડામાં સમાવિષ્ટ વિસ્તારના પ્રાથમિક વિકાસ માટે એશીયન ડેવલપમેન્ટ બેંક પાસે થી 560 કરોડની લોન લેવાશે

કરાઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસ રોડ ડ્રેનેજ સહિતની સુવિધાઓ ઉભી કરાશે

કરાઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આસપાસ રોડ ડ્રેનેજ સહિતની સુવિધાઓ ઉભી કરાશે તથા મણિપુર ગોધાવી ટીપી ૪૨૯ ને મોડેલ ટીપી તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે જ્યાં સ્ટ્રીટ ડેવલપમેન્ટ, સાયકલ ટ્રેક , ફુટપાથ, સ્ટ્રીટ લાઈટ્સ, જંક્શન ડેવલપમેન્ટ યુટિલિટી ડક્ટ, ડર્બીગ, વિકસાવાશે

ધુમા શિલજ બ્રીજનો આગળનો રસ્તો ખુલ્લો કરવાનું આયોજન

ઉપરાંત ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર,લેક ડેવલપમેન્ટ, પાર્ક ગાર્ડન અને અન્ય સોશીયલ તથા ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરાશે અને લાંબા સમય થી તૈયાર થયેલ ધુમા શિલજ બ્રીજનો આગળનો રસ્તો ખુલ્લો કરવાનું આયોજન છે અને ટીપી ર૪૪ ને વિકસીત કરી આ રસ્તો ખુલ્લો કરાશે.


આ પણ વાંચો---     Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ