android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ayodhya Ram mandir CEO: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO,  3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત

calendar_todaySeptember 2, 2026

Ayodhya Ram mandir CEO: રિટાયર્ડ એર માર્શલ જીતેન્દ્ર મિશ્ર રામ મંદિરના CEO, 3 ટ્રસ્ટીઓની પણ જાહેરાત

અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આજે તેના સીઈઓની જાહેરાત થઇ.  રિટાયર્ડ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા રામમંદિરના પ્રથમ સીઇઓ બન્યા છે.  આ પહેલા, ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અયોધ્યાથી મદન મોહન પાંડે, દિલ્હીથી મહેશ ભાગચંદકા અને શિકોહાબાદથી નિર્મલા યાદવ.

રામ મંદિરને મળ્યા પ્રથમ સીઇઓ 

નોંધનીય છે કે રામ મંદિર દાન ભંડોળના દુરુપયોગ અંગેના આરોપો બાદ ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું હતું. આ વિવાદને પગલે, ટ્રસ્ટની છબી અને વહીવટી કામગીરી સુધારવા માટે 6 જુલાઈના રોજ સીઈઓની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

સીઈઓ પદ માટે કુલ 5585 અરજીઓ મળી હતી. ન્યાયાધીશ (નિવૃત્ત) પ્રમોદ કોહલીની આગેવાની હેઠળની સ્ક્રીનીંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને ટ્રસ્ટના પ્રમુખને ત્રણ નામો ધરાવતું સીલબંધ પરબિડીયું સુપરત કર્યું છે.