android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Bahuchraji: બહુચરાજીમાં ચૈત્રી પૂનમ મેળામાં દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા

calendar_todayMarch 29, 2026

Bahuchraji: બહુચરાજીમાં ચૈત્રી પૂનમ મેળામાં દસ લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા

બહુચરાજી ખાતે આગામી તારીખ 31 માર્ચ 2026 થી 02 એપ્રિલ 2026 દરમિયાન પરંપરાગત ચૈત્રી પૂનમના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ, નગરપાલિકાઅને વહીવટતંત્ર દ્વારા આ મેળાની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે મેળામાં અંદાજે 10 લાખ જેટલા ભાવિક ભક્તો માતાજીના દર્શનાર્થે પધારે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે, યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં મંડપ વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાનું ચુસ્ત નેટવર્ક ગોઠવવામાં આવશે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ભક્તો માટે ઠંડા પાણીના ફુવારા, મિનરલ વોટરના જગ, વોટર કુલર જમ્બો અને પંખાઓની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં આવનાર ભક્તોના સ્વાગત માટે આકર્ષક મેઈન ગેટ અને રાત્રિના સમયે ઝગમગાટ ફેલાવતી આકર્ષક રોશની તેમજ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભીડના વ્યવસ્થાપન માટે દિશા સૂચક બોર્ડ, બેરીકેટીંગ અને સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. જે ભક્તો પ્રત્યક્ષ આવી શકે તેમ નથી તેમના માટે યુટયુબના માધ્યમથી લાઈવ ટેલિકાસ્ટની પણ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો