calendar_todayApril 13, 2026
Balasinor: બાલાસિનોર તા. પં.ની 18 અને જિ. પં.ની 3 બેઠક માટે ફોર્મ ભરાયા
બાલાસિનોર તાલુકાની યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બાલાસિનોર તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઈચ્છુક ઉમેદવારો પોતાના સમર્થકોને સાથે રાખી ને ઉમેદવારી પત્રો ભરવા ઉમટી પડયા હતા. મામલતદાર કચેરી ખાતે ભીડ જામી હતી ભાજપ- કોગ્રેસ- આપ તેમજ અન્ય પક્ષના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી.
બાલાસિનોર તાલુકા તા. પં. અને જિ. પં.ની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્રો ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડતા મામલતદાર કચેરી ખાતે ભીડ જોવા મળી હતી. બાલાસિનોર તા. પં.ની 18 બેઠક માટે 61 ઉમેદવારીપત્રો ભરાયા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 3 (ત્રણ) બેઠકો માટે 10 ઉમેદવારીપત્રો અંતિમ દિવસે ભરાયા હતા. ભાજપ, કોગ્રેસ, આપ, તેમજ અપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આજે તા.13મીના રોજ ફોર્મ ચકાસણી થશે. તા 15મીના રોજ ફોર્મ પરત ખેંચવાના હોય ત્યારબાદ દરેક સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. આ ઉપરાંત બાલાસિનોર તાલુકામાં ટિકિટોની વહેચણી મુદ્દે ભાજપમાં ભારે અસંતોષ પાર્ટીમાં છે. જેના પગલે અપક્ષ ઉમેદવારી વધી છે જેમાં સૌથી વધુ તા. પં. 18 બેઠકમાથી 13 બેઠકો પર 20 અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યા છે. જ્યારે 5 બેઠકો પર કોઈપણ અપક્ષ ઉમેદવાર નોંધાયા નથી. જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકો પર 3 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો